તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વિવાદી વોટ્સએપ સ્ટેટસ રાખનાર યુવકની ધરપકડ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાના વોટ્સ એપ પર ધાર્મિક લાગણી દુભાય એવું કૃત્ય કરનારા યુવક સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો.રાવપુરા મચ્છીપીઠમાં રહેતા મૌનીશ ખલીલ અહેમદ પીરજાદાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં વૃષભ કહાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી કે, વૃષભે તેના મોબાઈલમાં વોટ્સ એપ સ્ટેટસ ધાર્મિક લાગણી દુભાય તે રીતનું રાખ્યું છે. કારેલીબાગ પોલીસે વૃષભ ધર્મેશ કહાર નામના યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...