તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોલીસને જોઈને તલવાર વિંઝનાર શખ્સની ધરપકડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંજયનગરમાં યુવક તલવાર લઇ રખડતો હતો

સમા સંજયનગરમાં જાહેરમાં તલવાર લઈને ફરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસને આવેલી જોઈ શખ્સે તલવાર વીંજી હતી. પોલીસે તેની અટકાયત કરી તલવાર જપ્ત કરી હતી.

શહેરના સમા સંજયનગરના નાકા પાસે પહોંચેલી પોલીસને માહિતી મળી હતી કે નહેરુનગરમાં એક શખ્સ તલવાર લઈને ફરે છે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે પોલીસને જોઇ તલવાર ચારેબાજુ ફેરવી હતી. પોલીસે તેને ઝડપી લઈ પૂછપરછ કરતા તે સમા સંજયનગરમાં રહેતો ભરત પ્રતાપસિંહ ચૌહાણ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે તેની પાસેથી તલવાર કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તે છૂટક મજૂરી કરતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...