કાર્યવાહી:ધર્માંતરણ-ફન્ડિંગમાં સામેલ ભરૂચના 2 શખ્સની ધરપકડ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સલાઉદ્દીને 3.71 લાખ આપ્યા બાદ બંનેએ ધર્મ પરિવર્તનમાં મદદ કરી હતી
  • બંને આરોપીઓએ બનાવટી પાવતીથી કારનામું કર્યું હતું

શહેરના ચકચારી ધર્માંતરણ અને ફન્ડિંગના મામલામાં એસઆઇટીની ટીમે ભરૂચના 2 શખ્સની ભરૂચ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા ધરપકડ કરી હતી. બંનેને સલાઉદ્દીન શેખે 3.71 લાખ રુપીયા આપ્યા હતા અને તેમાંથી બંનેએ ધર્મ પરિવર્તન થયેલા લોકોને આર્થિક મદદ કરી હતી.

શહેરમાં નોંધાયેલા ધર્માંતરણ અને ફન્ડીગના મામલામાં પોલીસે મહમદહુશેન ગુલામરસુલ મન્સુરી (રહે. શ્યામવાલા કોમ્પ્લેક્સ, ભદ્ર કચેરી સામે) સલાઉદૃીન ઉર્ફે સલાહુદૃીન જૈનુદૃીન શેખ (રહે. કૃષ્ણદીપ ટાવર, ફતેગંજ) તથા મોહમદ ઉમર ધનરાજસિંઘ ગૌતમ (રહે. દિલ્હી)ની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ પણ અદાલતમાં રજૂ કરી હતી. ચાર્જશીટ બાદ નહીં પકડાયેલા આરોપીઓ અબ્દુલ આદમ પટેલ ઉફે અબ્દુલ્લા આદમભાઈ ફેફરાવાલા (હાલ યુકે) તથા મુસ્તુફા સૈફુિદન થાનાવાલા (દુબઇ) સામે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરન્ટ મેળવ્યું હતું.

આરોપીઓએ વડોદરા, ભરૂચ ખાતે અવાર નવાર ભેગા થઇ કાવતરું રચી ભરૂચ જિલ્લામાં પણ અબ્દુલ્લા ફેફડાવાલાએ મોટંુ આર્થિક ફંડ મોકલી તેના સાગરીતો દ્વારા લોકોનું બ્રેઇન વોશ કરીને મોટાપાયે ધર્માંતરણ કરાવ્યું હોવાનું બહાર આવતા ભરૂચ પોલીસે પણ ધર્માંતરણનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન તપાસ દરમ્યાન અબ્દુલ્લા ફેફડાવાલા, સલ્લાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમે વારંવાર ભરુચની મુલાકાત લીધી હોવાનું અને સલાઉદ્દીને તેના આફમી ટ્રસ્ટના એફસીઆરએ એકાઉન્ટમાંથી 95 લાખ રુપીયા કેટલાક લોકોને ગેરકાયદેસરની પ્રવત્તી માટે આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.

જેથી પોલીસે તપાસ કરતાં આછોદ તાલુકાના બૈતુલમાલ ટ્ર્સ્ટના ટ્રસ્ટી સાજીદ અહેમદ પટેલને સલાઉદ્દીન શેખે રોકડા 3.71 લાખ આપ્યા હોવાનું અને આ રુપીયા મંે આપ્યા છે તે કોઇને જણાવતા નહીં તેમ કહ્યું હતું. જેથી પોલીસે સાજીદ અહેમદ પટેલ ( રહે- આછોદ ) તથા યુસુફ વલીહસન પટેલ (રહે.આમોદ)ની તપાસ કરતાં બંનેએ બૈતુલમાલ ટ્ર્સ્ટમાં બનાવટી પાવતીઓ બનાવડાવી આ રકમમાંથી ધર્મ પરિવર્તન થયેલા શખ્સોને આર્થીક મદદ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે શહેરમાં નોંધાયેલા ગુનામાં બંનેની ભરૂચ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો મેળવી વધઉ તપાસ શરૂ કરી હતી.તપાસમાં તમામ પાસાં ચકાસાઈ રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...