તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયાસ:વતન જતાં શ્રમિકોનાં બાળકો માટે મિલ્ક પાઉડરની વ્યવસ્થા, 50 ગ્રામ પાઉડર આપવાનું શરૂ  

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રવાસમાં બાળકોની તકલીફ નિવારવા પ્રયાસ
 • મહેસૂલી મંડળ દ્વારા 50 ગ્રામ પાઉડર આપવાનું શરૂ

લોકડાઉનમાં શહેર અને જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિયોને તંત્ર દ્વારા તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. તે પહેલાં પરપ્રાંતિયોનું મેડિકલ સ્ક્રીનિંગ કરી તેમને પાણીની બોટલ તેમજ ફુડ પેકેટ પણ અપાય છે. જોકે તંત્ર દ્વારા નાનાં બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવતી ન હતી. જેના કારણે લાંબા પ્રવાસમાં બાળકોને તકલીફ પડી રહી હતી. આ વ્યથા સાંભળીને જિલ્લા મહેસૂલી મંડળ દ્વારા પ્રવાસી પરપ્રાંતિય પરિવારોનાં બાળકોને 50 ગ્રામ દૂધનો પાઉડર આપવાનું શરૂ કરાયું છે. આ પાઉડર થકી 450 ગ્રામ દૂધ બની જશે, જે બાળકને પ્રવાસ દરમિયાન પીવડાવી શકાશે. જિલ્લા મહેસૂલી મંડળના ભરત પટેલે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા ચલાવવામાં આવતી શ્રમિક વિશેષ ટ્રેનોમાં નાનાં બાળકો પણ મોટી સંખ્યામાં પ્રવાસ કરતાં જોવા મળે છે. જોકે આ પ્રવાસીઓને તો તેમના વતન જવા માટે તંત્ર દ્વારા પાણી તેમજ ભોજન આપવામાં આવે છે, પરંતુ બાળકોને દૂધની ખાસ જરૂર રહેતી હોય છે. અમારા ધ્યાનમાં ઘણા એવા કિસ્સા આવ્યા કે, બાળકોને દૂધ મળી રહ્યું ન હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો