બેદરકારી:RTO પાસિંગ વિના જ ચાલે છે આરોગ્યની ફૂડ ટેસ્ટિંગની વાન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેર કોર્પોરેશન માં આર ટી ઓ પાસિંગ વગરની ફૂડ ચેકીગ વાન - Divya Bhaskar
શહેર કોર્પોરેશન માં આર ટી ઓ પાસિંગ વગરની ફૂડ ચેકીગ વાન
  • વાનમાં કઇ લોગબુક થકી પેટ્રોલ કે ડીઝલ પૂરાય છે તે પ્રશ્નાર્થ

કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ટેસ્ટિંગ વેનનુ આરટીઓ પાર્સિંગ કરાવવામાં આવ્યું નથી. અંદાજે છ મહિના ઉપરાંતથી ઉપયોગમાં લેવામાં આવતી આ વાનને ફાયર બ્રિગેડના હેડ ક્વાર્ટરમાં કંટ્રોલ કમાન્ડ સેન્ટર ખાતે મૂકવામાં આવે છે. આરટીઓના જણાવ્યા મુજબ ગવર્મેન્ટની ગાડી હોય એને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી હોય તો તે માટે ટેક્સ ભરવાનો થતો નથી.

પરંતુ જ્યારે અકસ્માત થાય ત્યારે મુશ્કેલી સર્જાય છે. આ સાથે જ આ વેનમાં કઇ લોગબુક મુજબ ડીઝલ કે પેટ્રોલ ભરાવવામાં આવે છે તે પણ પ્રશ્નાર્થ છે. સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કોઈપણ વાહનનું પાસિંગ ન કરાવું તે તેની આઇડેન્ટિટી વગરનું છે અને તે સામે કાર્યવાહી પણ થઈ શકે છે. જ્યારે કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્યે જણાવ્યું હતું કે, ગાડી ગવર્મેન્ટમાંથી આપવામાં આવી છે. તેનું પાસિંગ પણ સરકાર દ્વારા થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...