શસ્ત્ર પ્રદર્શન:વડોદરામાં આર્મીના ઘાતક હથિયારનું પ્રદર્શન યોજાયું, 30થી 90 કિમીની મારક ક્ષમતા

વડોદરાએક મહિનો પહેલા
આર્ટિલરી ગન.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડોદરામાં EME કેમ્પ ખાતે Know your amry (આર્મીને જાણો) કાર્યક્રમ યોજાયો છે. જેમાં એક દિવસ માટે આર્મીના વિવિધ શસ્ત્રો પ્રદર્શન માટે મુકવામાં આવ્યા છે.

ભારતીય આર્મી સરહદ પર દિવસ-રાત દેશની સુરક્ષા કરે છે. ત્યારે આર્મીના જવાનો કેવા શસ્ત્રોનો ઉપયોગ કરે છે તે અંગે જનતાને પણ જાણકારી મળે તે માટે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ EME કેમ્પ ખાતે એક દિવસીય શસ્ત્ર પ્રદર્શન આયોજીત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આમ જનતા માટે પણ ખુલ્લુ રાખવામાં આવ્યું છે.

રોકેટ લોન્ચર.
રોકેટ લોન્ચર.

ક્યા ક્યા હથિયાર અને શસ્ત્રો પ્રદર્શિત કરાયા

  • L/70 ગન: ક્વિક ફાયર 40 mm એન્ટી એરક્રાફ્ટ અપગ્રેડ L/70 ગન 1966માં બનેલ હથિયાર છે. જેની શોધ મૂળ સ્વિડનમાં થઇ હતી અને ચેન્નઇ ખાતે તેને અપગ્રેડ કરવામાં આવતા તેની કિંમત 2 કરોડ 35 લાખ થાય છે. આ ગન દિવસ રાત તેમજ તમામ પ્રકારના હવામાનમાં કામગીરી કરવા સક્ષમ છે. તેમજ સાડા ત્રણ કિલોમીટર સુધીનું લક્ષ્ય ભેદી શકે છે.
રડાર.
રડાર.
  • 23 mm ZSU એન્ટીક્રાફ્ટ ગન: આ રશિયન બનાવટની ગન છે. રડાર માર્ગદર્શિત આ ગન દુશ્મનના યુદ્ઘ વિમાનો અને હેલીકોપ્ટરને તોડી પાડવા સક્ષમ છે. આ ગનની કિંમત અંદાજે 2 કરોડ 93 લાખ છે.
  • વિવિધ રડાર: 20થી 40 કિલોમીટરના એરિયામાં દુશ્મનના વિમાનોને હવામાં જ શોધી કાઢવાની ક્ષમતાનાળા ત્રણ રડાર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ રડાર 18 લાખથી લઇને 18 કરોડ રૂપિયાની કિંમતના છે.
વડોદરામાં શસ્ત્ર પ્રદર્શન.
વડોદરામાં શસ્ત્ર પ્રદર્શન.
  • આર્ટિલરી ગન: કાલ ધનુષ અને K-9 વજ્ર આર્ટિલરી ગન પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં કાલ ધનુષ 38 કિમોમીટર દૂરનું લક્ષ્ય ભેદવામાં સક્ષમ છે. જેની કિંમત 8 કરોડ રૂપિયા છે. જ્યારે K-9 વજ્ર એક મોબાઇલ હોવિત્ઝર આર્ટીલરી વેપન છે. જેની કિંમત 40 કરોડ રૂપિયા છે.
આર્મીના વેપન્સ.
આર્મીના વેપન્સ.
  • આર્ટિલરી રોકેટ લોન્યર્સ: અહીં 300 mm સ્મર્ચ, 122 mm ગ્રેડ બીએમ-21 રોકેટ લોન્ચર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમની મારક ક્ષમતા 90 કિલોમીટર સુધીની છે. તેમજ 4 કરોડ 50 લાખ તેની કિંમત છે. આ સિવાય પ્રદર્શનમાં મશીન અને વિવિધ રાયફલ્સ પણ મુકવામાં આવ્યા છે.