તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા જિલ્લાના ડેસરના રાજુપુરા કૈલાસ આશ્રમમાં ભણતો વિદ્યાર્થી મહેશ પ્રતાપસિંહ ચૌહાણ પોતાની મનોમન નક્કી કરેલી ઈચ્છા પૂર્ણ કરી દેશસેવા કરી વતન વાપસી થતાં નાનકડા ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધના મંડાણ શરૂ થઈ ગયા હતા. બંને દેશની ફોજ નફરતના લોહીથી દેશની ધરતીને લાલ કરી રહી હતી. બંદૂકો, તોપો, અને બોમ્બ વર્ષા, કરતા વીમાનો ગર્જના કરતા હતા, ત્યારે આવા કપરા સમયે ડેસર તાલુકાના નાનકડા ગામ રાજુપુરાના પ્રતાપસિંહ શંકરસિંહ ચૌહાણના જાંબાઝ પુત્ર મહેશસિંહ ચૌહાણે પ્રેરણા લીધી હતી કે, ગમે તે થઇ જાય હું આર્મીમાં જોડાઈશ અને સૈનિક બનીને આપણા દેશ ખાતર લડીશ. નિવૃત આર્મીમેન મહેશસિંહના પુત્ર 5 વર્ષના પુત્ર કુલદિપસિંહે કહ્યું: હું પણ દેશસેવા પણ આર્મીમાં જઇશ.
યુવાન 2003માં થયેલી ભરતીમા આર્મીમાં જોડાયો હતો
મક્કમ મનોબળ સાથે તે દિશામાં પ્રયત્નો શરૂ કરીને ઓક્ટોબર-2003માં ગોધરા ખાતે રાખવામાં આવેલી મીલેટરીની ભરતીમાં ગયા હતા, પરંતુ, કોઇ કારણોસર તેનું પરિણામ લેટ થયું હતું. મહેશસિંહને સૈનિકમાં જોડાવાની ખુબ જ તાલાવેલી હતી. પરિણામની રાહ જોયા વગર ડિસેમ્બર-2003માં અમદાવાદ ખાતે રાખવામાં આવેલી ભરતીમાં ગયા હતા. સદનસીબે બંને જગ્યાની ભરતીના પરિણામ તેઓ માટે પોઝિટિવ આવતાં તેઓ સૈનિકમાં જોડાયા હતા.
17 વર્ષની ફરજ પૂર્ણ કરી વતન આવતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું
નાનકડુ ગામ રાજુપુરા છોડી ક્યાંય નહીં ગયેલા મહેશસિંહ પ્રથમ વખત મધ્યપ્રદેશના જબલપુરમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. જલ્દી જ ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ કરીને પહેલું પોસ્ટિંગ અરૂણાચલ પ્રદેશના ટેંગા ખાતે કરવામાં આવ્યું હતું. તેમની ફરજનિષ્ઠા જોઈ સૌ સૈનિકો અને અધિકારીઓ તેઓના વખાણ કરતા હતા. પંજાબના પઠાણકોટ ખાતે બીજું પોસ્ટિંગ થયું હતું. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરના ઉડી સેક્ટર ખાતે મૂકાયા, ત્યારે મહેશસિંહને ખુબ જ કડવા અનુભવો થયા હતા. ગાંધીનગરમાં 3 વર્ષ ફરજ બજાવી, ત્યારે તેમના પત્ની અને બાળકો સાથે રહેવાનો મોકો મળ્યો હતો. 17 વર્ષની ફરજ દરમિયાન 14 વર્ષ પરિવારથી અળગા રહેવાનો વારો આવ્યો હતો, ત્યાંથી આસામના જોરાહર ખાતે ફરજ બજાવી પૂણે ખાતે સર્વિસ પૂર્ણ થતાં માદરેવતન ડેસરના રાજુપુરા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
પરિવારે આસપાસના 6 ગામના લોકોને જમાડ્યા
ખંડોળી જલારામ મંદિરેથી 2 ફેબ્રુઆરીના રોજ સાંજે મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો જોડાઈને ભવ્ય સરઘસ કાઢી પોતાના ઘરે લાવીને વડીયા, લીમડાના મુવાડા, લટવા, રામપુરી, નારપુરી અને રાજુપુરા, સહિતના ગ્રામજનોને ભંડારો રાખીને પરિવાર દ્વારા જમાડવામાં આવ્યા હતા.
પિતા કહે છે કે, દેશને જરૂર હશે તો ફરી દિકરાને દેશ સેવા માટે મોકલીશ
મહેશસિંહના નાનાભાઈ દશરથસિંહ ચૌહાણ તેમના પગલે 15 ડિસેમ્બર-2012માં અમદાવાદમાં થયેલી ભરતીમાં જોડાઈ સૈનિક બન્યા હતા. તેઓનો નાનો પુત્ર ધો-5માં અભ્યાસ કરતો કુલદીપ પણ જીદ લઈને બેઠો છે કે, હું પણ આર્મીમાં જઈશ, જ્યારે શિક્ષક પિતા પ્રતાપસિંહ જણાવે છે કે, ભલે મારો પુત્ર ઘરે આવ્યો હોય, પરંતુ, દેશને જ્યારે જરૂર હશે હું તેને પરત મોકલવા તૈયાર છું. આવા રાજપૂત પરિવારને ડેસર તાલુકાના અગ્રણીઓ સલામ મારી રહ્યા છે.
(અહેવાલઃ ઝાકિર દીવાન, ડેસર)
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.