દેશમાં યુવાના ખેલાડીઓ તૈયાર થવા જોઈએ જેથી ગોલ્ફમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ વધતું રહે.એમ ગોલ્ફના દેશના ટોચના ક્રમાંકિત અનિરબાન લાહીરીએ જણાવ્યું હતું. તેઓ ભલે મામુલી અંતરથી વિશ્વની પાંચ ટોચની સ્પર્ધા પૈકીની ધ પ્લેયર્સ ગોલ્ફ ચેમ્પિનશીપ જીત મેળવતાં ચુકી ગયા હતા પણ આગામી ટુર્નામેન્ટની તૈયારીના ભાગ રૂપે વડોદરાના ગાયકવાડ ગોલ્ફ કોર્સ ખાતે તેમણે પ્રેકટીસ શરૂ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ‘મારા પિતા તુષાર લાહીર લશ્કરમાં તબીબ હતા અને ગોલ્ફ રમતા હતા, મને પણ સાથે લઇ જતાં અને હું ત્યાં ગોલ્ફના બોલ ભેગા કરતો હતો. તે પછી મારો લગાવ વધ્યો. પિતા સાથે સમય ગાળવાનો સમય પણ મળતો હતો. તે પછી હું ગોલ્ફ રમવા બાબતે ગંભીર બન્યો તે પછી 11 વર્ષની ઉંમરે એક સ્પર્ધા જીત્યા બાદ મારો વિશ્વાસ મજબૂત થયો હતો.
ગોલ્ફની રમત સામાન્ય લોકોની કયારે બની શકે? તે અંગે તેમણે જણાવ્યું કે ‘ગોલ્ફની કલબોએ યુવાન ખેલાડીઓને તક આપવી જોઈએ. ગોલ્ફ કોર્સ બનાવી શકાય નહીં તો કાંઇ નહીં પણ ગોલ્ફની પ્રેકિટસ માટેની વ્યવસ્થા પણ થાય તો સારા ખેલાડી દેશને મળી શકે. વિદેશમાં બિનઉપજાઉં જમીન પર ગોલ્ફ કોર્સ બનાવાય છે તેવું ભારતમાં કરવું જોઇએ. સામાન્ય ખેલાડીઓને કલાકના હિસાબે ભાડું લઇ પ્રેકટિસની તક આપી શકાય. હું લશ્કરી તબીબનો પુત્ર ના હોત તો મુશ્કેલીઓનો સામનાે કરવો પડત.
લાહીરી મહારાજા સાથે ગોલ્ફ રમ્યા
લક્ષ્મીવિલાસ સંકુલમાં આવેલા ગાયકવાડ ગોલ્ફ કોર્સમાં અનિરબાન લાહીરી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે ગોલ્ફ રમ્યા હતા.ગાયકવાડ ગોલ્ફ કોર્સ જોઈને લાહીરીએ જણાવ્યું હતું કે ‘ ગોલ્ફ કોર્સ બેહતરીન છે અને પ્રેકટિસ કરવાની ખૂબ મજા આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.