તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અલકાપુરીની યુવતીના આર્મીના મેજર યુવક સાથે લગ્ન થયા બાદ મેજર પતિ અને સાસુ સસરાએ યુવતી પર શારિરીક માનસિક અત્યાચાર ગુજારતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી યુવતીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે મેજર પતિએ મકાનના રીપેરીંગ કામ અને પહેલો માળ બનાવવા માટે યુવતી પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી માર માર્યો હતો.
અલકાપુરીની યુવતીના લગ્ન આર્મીના મેજર સાથે થયા હતા
વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરાના અલકાપુરીમાં માતા-પિતા સાથે રહેતી ઋષિતાએ(નામ બદલ્યું છે) MBA સુધીનો અભ્યાસ કર્યો છે. તેનું લગ્ન વર્ષ-2017માં અલકાપુરી વિસ્તારમાં આવેલી 47-2, અરુણોદય સોસાયટીમાં રહેતા અને આર્મીમાં મેજર તરીકે નોકરી કરતા મિત બંકિમભાઇ સુતરિયા સાથે થયા હતા. લગ્ન બાદ બે દિવસ સુધી ઋષિતા સાસરીમાં રહી હતી અને એ બાદ મેજર મિત સુતરિયાની નોકરી યુ.પી. મેરઠ ખાતે રહેવા ગઇ હતી અને ત્યાં સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. લગ્નના 15 દિવસ સુધી પતિએ સારી રીતે રાખી હતી. એ બાદ તેણે વહેલી ઊઠતી નથી, એવાં નાનાં-નાનાં કારણો આગળ ધરી ઝઘડાઓ કરવાની શરૂઆત કરી હતી.
લગ્નના 15 દિવસ બાદ જ પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું
લગ્ન સમયે પિયરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 20 લાખની ચીજવસ્તુઓ તેમજ માતા-પિતાએ આપેલા સંસ્કારનું ભાથું લઇને મેજર પતિ મિત સુતરિયા સાથે સુખમય લગ્નજીવન જીવવા માટે આવેલી ઋષિતાના લગ્નના 15 દિવસમાં જ સુખી દાંપત્ય જીવનના સેવેલાં સપનાં ચકનાચૂર થઇ ગયાં હતાં. લગ્નના 15 દિવસ પછી પતિએ મેરઠમાં આપેલા ત્રાસ અંગે માતા-પિતાને જણાવતાં તેમણે કહ્યું હતું કે સમય આવે બધું સમુંસૂતરું થઇ જશે. એમ જણાવી સમજાવતાં પતિનો ત્રાસ સહન કરી રહી હતી.
સ્વિચ રિપેર કરાવવા બાબતે પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો
ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ-2018માં ઋષિતા પતિ મિત સાથે વડોદરા આવી હતી. સાસરીમાં બાથરૂમની લાઇટની સ્વિચ બગડેલી હોવાથી તેણીએ પતિને જણાવ્યું કે, બાથરૂમની સ્વિચ બગડેલી છે, ત્યારે પતિએ જણાવ્યું કે, તારો બાપ બહુ પૈસાદાર છે, જેથી તારા બાપને કહે કે, આ સ્વિચ રીપેર કરાવે તેમજ આ મકાનનું રીપેરીંગ કામ કરાવી આપે, તેમ જણાવીને ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો. ત્યાર બાદ પતિની બદલી મેરઠથી મણીપુર ઇન્ફાલ ખાતે બદલી થઇ હતી. જ્યાંથી તેઓને એક માસ માટે પ્રિ-પોસ્ટીંગ ટ્રેનિંગ માટે દીફુ ખાતે મોકલતા ઋષિતા પણ સાથે ગઇ હતી.
પિયરમાંથી 50 લાખ રૂપિયા લાવવા પત્ની પર દબાણ કરીને પતિ મારઝૂડ કરતો હતો
પતિએ દીફુ ખાતે પણ નાના-નાના કારણો આગળ ધરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અવાર-નવાર પિયરમાંથી રૂપિયા 50 લાખ લઇ આવવા માટે દબાણ કરી મારઝૂડ કરતા હતા. દીફુ ખાતેથી પરત ઇમ્ફાલ ખાતે આવ્યા હતા. ઇમ્ફાલમાં પણ પતિએ વાળ પકડી માથું દીવાલમાં પછાડ્યું હતું. અને પિયરમાંથી મકાનનો માળ બનાવવા માટે પિયરમાંથી રૂપિયા 50 લઇ આવવા માટે જણાવ્યું હતું.
સાસુ-સસરા પણ 50 લાખ રૂપિયા માટે અમાનુષી અત્યાચાર ગુજારતા હતો
ઋષિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પિતા નિવૃત્ત છે. પિતાએ લગ્ન સમયે તેઓની જેટલી શક્તિ હતી. તે પ્રમાણે દહેજ આપી દીધું છે, પરંતુ, પતિ મિત અને તેના માતા-પિતા દ્વારા મકાનનો પહેલો માળ બનાવવા માટે રૂપિયા 50 લાખની માંગણી કરવામાં આવતી હતી. પતિએ જણાવ્યું કે, જો તું પિયરમાંથી રૂપિયા 50 લાખ લાવી શકતી ન હોય તો ડિવોર્સ આપી દે.
પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
પતિ અને સાસુ-સસરાની રૂપિયા 50 લાખની માંગણી પૂરી ન કરતા તેઓએ એપ્રિલ-2020માં ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિ સાથે સાંસારીક જીવન જીવવા માટે અનેક વખત સમાધાન પણ કર્યું હતું. પતિના ઉપલા અધિકારીઓને કરેલી અરજીઓ પરત પણ ખેંચી લીધી હતી. આમ છતાં પતિ અને સાસુ-સસરા દ્વારા રૂપિયા 50 લાખ માટે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હતો.
પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી
સયાજીગંજ પોલીસે દહેજ ભૂખ્યા સાસરીયાઓના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી MBA થયેલી ઋષિતાની ફરિયાદના આધારે મેજર પતિ મિત બંકીમભાઇ સુતરીયા, સાસુ દર્શનાબહેન સુતરીયા અને સસરા બંકિમભાઇ સુતરીયા સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.