વડોદરા શહેરના વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA)નાં મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન અને તેમને જોઇ લઇશ એવી ધમકી આપ્યાની ફરિયાદ બાદ ગત મોડી રાત્રે આર્કિટેક્ટ કિરીટ પટેલની કારેલીબાગ પોલીસે અટકાયત કરી હતી. જ્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. જેથી હવે રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાર બાદ કિરીટ પટેલની સત્તાવાર ધરપકડ જાહેર કરવામાં આવી હતી. પરંતુ, રિપોર્ટની રાહે બંગલામાં રહેતા આર્કિટેક્ટ કિરીટ પટેલને કારેલીબાગ પોલીસ સ્ટેશનના 10 બાય 10ના રૂમમાં રાત ગુજારવાનો વારો આવ્યો હતો. કિરીટ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેને જામીન મળ્યા છે.
આર્કિટેક્ટ સામે મહિલા અધિકારીએ ફરિયાદ કરી હતી
વુડા અને પાલિકાના અધિકારીઓના કારણે વડોદરા શહેરના વિકાસનો શ્વાસ રુંધાયાનો તાજેતરમાં ક્રેડાઇએે આક્ષેપ કર્યો હતો. જ્યાર બાદથી આ સમગ્ર મામલે ભારે ચર્ચા જગાવી છે. વુડામાં કટકી લઈ ફાઈલો મંજૂર કરાતી હોવાના ગંભીર આક્ષેપ આર્કિટેક એન્ડ એન્જિનિયર એસોસિએશને કર્યા હતાં. જ્યારે બીજી તરફ આર્કિટેક એન્ડ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ સામે વુડાના મહિલા અધિકારીઓ અભદ્ર વ્યવહાર અને તમને જોઇ લઇશની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાવી હતી.
આર્કિટેક્ટએ આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી
ફરિયાદને પગલે કારેલીબાગ પોલીસે ગત રાત્રે કિરીટ પટેલની અટકાયત કરી તેમનો કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટની રાહ જોવા દરમિયાન માલેતુજાર આર્કિટેક્ટ કિરિટ પટેલને આખી રાત કારેલીબાગ પોલીસ સ્ટેશનના 10 બાય 10ના એક રૂમમાં વિતાવવાનો વારો આ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલનો વડોદરાના જે.પી. રોડ સ્થિત મેઘધનુષ સોસાયટીમાં બંગલો છે અને તેમને આખી રાત એક નાનકડા રૂમમાં વીતાવવાની થઇ છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ કિરીટ પટેલની સત્તાવાર ધરપકડ કરી હતી.
મોડી રાત સુધી સમર્થકો પોલીસ સ્ટેશન બહાર રહ્યા
કિરીટ પટેલની પોલીસે રાત્રે અટકાત થતાં તેમના સમર્થક કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગયા હતાં અને રાત્રે 12:30 વાગ્યા સુધી બહાર બેસી રહ્યા હતાં. તેઓમાં માત્ર જ ચર્ચા હતી કે અટકાયત દિવસે થઇ શકતી હતી તો રાત્રે કેમ કરાઇ. આજે સવાર થતાં જ ફરી એકવાર કિરીટ પટેલના સમર્થક પોલીસ સ્ટેશન બહાર આવી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.