તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:7 વર્ષથી છાણી બેંકની ચૂંટણી ન કરી મનમાની

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સતીષ પટેલ સામે કોર્પોરેટરના ગંભીર આક્ષેપ
 • 86 લાખના ખર્ચનો હિસાબ ન આપ્યો હોવાના આક્ષેપ

છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન પદના હોદ્દા પર ગેરકાયદે રીતે હોવાના આક્ષેપો સાથે મેનેજરને રજૂઆત કરાઈ હતી. વોર્ડ 1ના કોર્પોરેટર હરીશ પટેલે છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને સ્થાયીના પૂર્વ અધ્યક્ષ સતીષ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યો છે.

તેમણે બેંક મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વર્તમાન ચેરમેન 2013-14થી હોદ્દા પર છે. સહકારી કાયદા મુજબ પ્રત્યેક અઢી વર્ષે હોદ્દેદારો અંગે બોર્ડમાં વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજવી પડે અને જે તે વ્યક્તિ હોદ્દા પર બે ટર્મ સુધી રહી શકે છે. 2013-14થી 5 વર્ષ બાદ પણ 2018-19 પછી ચેરમેન તેમના સ્થાને ચીટકી રહ્યા છે.

જેથી ચેરમેનને તાત્કાલિક તેમના પદ પરથી દૂર કરવા માટેની માગણી કરાઈ હતી. આ ઉપરાંત નોટબુકનું મફત વિતરણ કરાય છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે શ્રી ગંગાબાઇ સાર્વજનિક સ્કૂલમાંથી પણ રૂપિયા ઉઘરાવામાં આવે છે તે રૂપિયા પરત બેંકમાં અપાય છે અને તેવી રીતે નોટબુક વિતરણ કરાય છે. સહકાર પ્રચાર ફંડ, મહોત્સવ ફંડ, વિકાસ ફંડના 86 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે, જેનો હિસાબ માગવામાં આવ્યો છે, પણ આજદિન સુધી અપાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો