એજ્યુકેશન:APSને ઓનલાઇન શિક્ષણ બંધ ન કરવા સૂચના અપાઇ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે સ્કૂલની મુલાકાત લીધી
  • FRCએ નક્કી કરેલી ફી લેવા પણ તાકીદ કરાઇ

ગોત્રી-સેવાસી રોડ પર આવેલી અક્ષર પબ્લિક સ્કૂલના સંચાલકોને ઓનલાઇન શિક્ષણ બંધ નહીં કરવા સૂચના અપાઇ હતી. અક્ષર પબ્લિક સ્કૂલ આડેધડ ફી ઉઘરાવતી હોવાના આક્ષેપ સાથે ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યાની રજૂઆત કરી હતી. જેને પગલે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એ ગુરુવારે શાળાની મુલાકાત લઇ ટ્રસ્ટીઓને ઓનલાઇન શિક્ષણ બંધ નહીં કરવા માટેની સૂચના આપી હતી. વાલીઓ સાથે ફીના મુદ્દે થયેલા વિખવાદનો ઉકેલ લાવવા તાકીદ પણ કરી હતી.

ઓનલાઇન શિક્ષણ બંધ કરશે તો કડક કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. અક્ષર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓ એફ આર સી એ જાહેર કરેલી ફી માં ભૂલ હોવાની દલીલ કરી હતી. જેથી તેઓ રિવિઝન અરજી કરવાના હોવાનું જણાવ્યું હતું. જોકે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જ્યાં સુધી કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી એફ આર સી તે નક્કી કરેલી ફી લેવા સૂચના આપી હતી. સ્કૂલના ટ્રસ્ટીઓ સાથેની બેઠક વાલીઓ એફઆરસી પ્રમાણે જ ફી ભરશે તેવું જણાવ્યું હતું.આજવા રોડની અમેરિકન સ્કૂલ ઓફ બરોડાના વાલીઓએ ગુરુવારે ડીઇઓ ખાતે શાળા દ્વારા બીજા સત્રની ફી નહીં ભરાતાં ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાયાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...