રાજકારણ:કોંગ્રેસના વોર્ડ નં.15-16નાં પ્રમુખોનાં રાજીનામાં મંજૂર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધંધામાં ધ્યાન અપાતું ન હોવાનું કારણ રજૂ કર્યું
  • પક્ષ સાથે કોઈ નારાજગી ન હોવાનું​​​​​​​ જણાવ્યું

શહેર કોંગ્રેસમાં 2 વોર્ડના પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં છે. વોર્ડ 15 અને 16ના પ્રમુખોએ 10 દિવસ પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને મંજૂર કરી કરાયાં જાણવા મળ્યું છે. વોર્ડ 15ના પ્રમુખ નિલેશ ખત્રી તથા વોર્ડ 16ના પ્રમુખ શૈલેષ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ સમય આપી શકતા ન હોવાથી રાજીનામાં આપ્યાં હતાં.

વોર્ડ 16ના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર શૈલેષ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસમાં નારાજગી નથી. 2011થી પ્રમુખ છું. હેલ્થ ઇસ્યૂ હોવાથી ધ્યાન અપાતું નથી. ઉપરાંત ધંધામાં સમય અપાતો નથી. વોર્ડ 15ના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર નિલેશ ખત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ સાથે નારાજગી નથી, પણ ધંધામાં ધ્યાન આપી શકાતું ન હોવાથી રાજીનામું આપ્યું છે. બંનેએ 10 દિવસ પહેલાં આપેલું રાજીનામું મંજૂર કરી દેવાયું છે. તેમણે વોર્ડ કમિટીઓ પણ ન બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...