નિર્ણય:પાઇપોની કામગીરી માટે માત્ર 50 લાખ મંજૂર કર્યા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા.1.25 કરોડની ભલામણ પર સ્થાયીની કાતર
  • પાણી પુરવઠા વિભાગ પાસેથી તાત્કાલિક કેટલી જરૂર છે તેની માહિતી મેળવી ખર્ચ મંજૂર કરાયો

શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠાની પાઇપો નાખવા માટે વધારાના સવા કરોડ રૂપિયા મંજૂર કરવાની ભલામણ પર સ્થાયી સમિતિએ કાતર ફેરવી હતી અને 50 લાખ રૂપિયા જ મંજૂર કર્યા હતા. શહેરના પૂર્વ ઝોનમાં 2 કરોડ રૂપિયાની ખર્ચ મર્યાદામાં પાઇપ લાઈન નાખવાની ભલામણ કરતી દરખાસ્ત ગત વર્ષે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોરોનાની સ્થિતિમાં પાલિકાની તિજોરી પર ખર્ચ વધુ ન પડે તેવું કારણ આપી માત્ર રૂા.75 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ભલામણ મંજૂર કરનાર બોર્ડ પૂરું થઈ ગયું છે અને હાલમાં નવા શાસકોએ પાલિકામાં સત્તાની ધૂરા સંભાળી છે.

આ સંજોગોમાં સ્થાયી સમિતિના એજન્ડામાં બીજા સવા કરોડ રૂપિયાના ખર્ચે પાઇપો લાવવી પડશે તેવું કારણ બતાવતી દરખાસ્ત રજૂ કરાતાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. ડો.હિતેન્દ્ર પટેલના અધ્યક્ષપદે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પાણી પુરવઠા વિભાગની આ દરખાસ્ત પર ચર્ચા કરાઈ હતી અને સવા કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ અંગે પાણી પુરવઠા વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાને બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી.

પૂર્વ ઝોનમાં તાત્કાલિક કેટલી જરૂરિયાત છે અને ભવિષ્યમાં કેટલી જરૂર પડશે તેની માહિતી મેળવી રૂા.50 લાખનો ખર્ચો મંજૂર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2 કરોડના કામ માટે અગાઉ 75 લાખ મંજૂર કરાયા હતા. હવ બાકીના 1.25 કરોડ માટે ભલામણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...