તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:RTEમાં 3800 બેઠકો સામે 6481 વિદ્યાર્થીના ફોર્મ મંજૂર

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે કેટેગરી પ્રમાણે 3 તબકકામાં પ્રવેશ યાદી જાહેર કરાશે

આરટીઇમાં 3800 બેઠકો સામે 6481 વિદ્યાર્થીઓના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. 1457 વિદ્યાર્થીઓના ફોર્મ ના મંજૂર કરાયા છે. પૂરાવા રજૂ કરવા ફરી એક વાર તારીખો જાહેર કરવામાં આવશે. 6 હજારથી વધુ ફોર્મ મંજૂર કરાયા છે. હવે કેટેગરી પ્રમાણે 3 તબકકામાં પ્રવેશ યાદી જાહેર કરાશે.

વડોદરા ખાતે આરટીઇ હેઠળ 3800 બેઠકો સામે 8406 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જેમાંથી 6481 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જયારે 1457 ફોર્મ રીજેકટ થયા છે. 469 જેટલા ફોર્મ વાલીઓએ જાતે જ કેન્સલ કરી દીધા હતા. ઘણા કિસ્સામાં વધારે આવક હોય અને ખોટા પૂરાવા રજૂ કર્યા હોવાનું જણાઇ આવતા ફોર્મ રીજેકટ કરવામાં આવ્યા છે.

વાલીઓને તેમના ડોકયુમેન્ટમાં સુધારો કરવા માટેનો સમય મળ્યો ના હોવાની વ્યાપક ફરીયાદો શિક્ષણ વિભાગને મળી છે તેના આધારે ફરી એક વાર જે વિદ્યાર્થીઓના ફોર્મ રીજેકટ થયા છે તેમના વાલીઓને આધાર પૂરાવાઓ રજૂ કરવા માટેની તક આપવામાં આવશે. અારટીઇ હેઠળ હવે ત્રણ તબકકામાં પ્રવેશ યાદી જાહેર કરવામાં અાવશે.ત્રણ તબક્કામાં પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે,જે અંગેની જાહેરાત ફોર્મ ચકાસણની પ્રક્રિયા પુરી થયા બાદ જાહેર કરાશે.ઉલેખનીય છે કે ગત વરસ કરતાં આ વર્ષે 900 બેઠકો ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...