• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Apprehension Of Honeytrap After Receiving Transactions Of Four And A Half Lakhs Online, The Alleged Suicide Note Wrote I Am Doing This Work Against My Will.

વડોદરામાં યુવકનું શંકાસ્પદ મોત:ઓનલાઇન સાડા ચાર લાખના ટ્રાન્જેક્શન મળતાં હનિટ્રેપની આશંકા, કથિત સુસાઇડ નોટમાં લખ્યું- હું આ કામ મારી મરજી વગર કરી રહ્યો છું

વડોદરાએક મહિનો પહેલા

શહરેના ફતેપુરા વિસ્તારમાં રહેતા યુવકનું શંકાસ્પદ મોત થયા બાદ હવે તેની કથિત સુસાઇડ નોટ પણ સામે આવી છે. જેમાં તેની પાસેથી 4 લાખ 50 હજારની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. યુવકના પિતાએ આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

યુવકની અંતિમવિધમાં આવેલ યુવકે ઘટસ્ફોટ કર્યો
વડોદરાના ફતેુપરા વિસ્તારમાં રહેતા મયુર દિપકભાઇ પટેલનું ગઇકાલ ગુરુવારે સવારે શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. મયુરના પિતા દિપકભાઇએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે મયુરને ગભરામણ થતાં તેને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેને ડોક્ટર્સ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મયુરની અંતિમવિધિ સમયે તેનો જાવેદ ગરાસિયા નામનો મિત્ર આવ્યો અને તેણે મયુરની કથિત સુસાઇડ નોટ અને તેણે દર્વેશ મલેક નામના વ્યક્તિને ઓનલાઇન રૂપિયાના ટ્રેન્જેક્શનના ફોટા બતાવ્યા હતા. જેથી મયુરના પિતા દિપકભાઇ સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપી હતી.

મયુરની સુસાઇડ નોટ.
મયુરની સુસાઇડ નોટ.

સાડા ચાર લાખ આપ્યા બાદ વધુ 5 લાખ માંગતા હતા
મૃતક મયુરના પિતા દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે, દર્વેશ મલેક નામનો શખ્સ તેની પત્ની સલમાના નામે મયુર પાસેથી રૂપિયા માંગતો હતો. મયુરના મિત્ર જાવેદનો દાવો છે કે મયુરને બ્લેકમેઇલ કરવામાં આવતો હતો. જેના તેની પાસે પુરવા છે. દર્વેશ મયુર પાસેથી અગાઉ 4 લાખ 50 હજાર રૂપિયા લઇ ચુક્યો છે અને હજુ 5 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. જેથી મયુર ડિપ્રેશનમાં આવી ગયો હતો.

મયુરના પિતા દિલિપભાઇ પટેલ.
મયુરના પિતા દિલિપભાઇ પટેલ.

મયુરની કથિત સુસાઇડ નોટ
મેં આ કામ મારી મરજી વગર કરી રહ્યો છું. મને આ કામ કરવા માટે દર્વેશ મલેક (રહે. ફતેપુરા મારવાડી ડેલા) દબાણ કરી રહ્યો છે. એ વ્યક્તિએ મને ફસાવી દીધો છે. એ મારી જોડે રૂપિયા માંગ છે અને હમણા સુધી મેં 4 લાખ 50 હજારૂ આપ્યા છે. મે એને કીધું છે કે મારી જોડે હવે વધુ રૂપિયા નથી. તો તેઓ કહે છે કે અમે બધાને આવી રીતે જ ફસાવીએ છીએ. તારી જોડે રૂપિયા છે એટલે અમે તને ફસાવ્યો છે. તારી જોડે રૂપિયા ના હોય તો પોલીસ કેસ કરી સમાધાન કરવા રૂપિયા માગીશ. નહીં તો મેં તને આ દવા આપુ છું એ ખાઇ અને મરીજા. મેં એને કીધું કે આવું ના કરો. મારા ઘરમાં મારા સિવાય કોઇ કમાનાર નથી.