એજયુકેશન:નવી ડીગ્રીના નામકરણની UGCની કમિટીમાં યુનિ.ના વીસીની નિમણૂંક

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનઇપી 2020ની બીજી કમિટીમાં એમ.એસ.યુને સ્થાન
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પોલિસીઓની કમિટીમાં પણ જગ્યા મળી

એનઇપી 2020ની બીજી કમીટીમાં એમ.એસ.યુનિને પ્રતિનિધત્વ મળ્યું છે. ડીગ્રીઓની વિશેષતા અને નવી ડીગ્રીના નામકરણની UGCની હાઇ-લેવલ કમિટીમાં વીસીની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પોલીસીઓ માટે બનેલી કમીટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉચ્ચ શિક્ષણના દરેક સ્તરે અપાતી ડીગ્રીઓના નામકરણ અંગે UGCએ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે જે દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં અમલી બનશે. યુનિવર્સિટીઓની હાલની ડીગ્રીઓની વિશેષતા અને નવી ડીગ્રીના નામકરણની યુજીસીની આ છ વ્યક્તિઓની કમિટીમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવની સભ્ય તરીકે પસંદગી થઇ છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિડિસિપ્લીનરી વિષયો, નવા અભ્યાસક્રમો, વોકેશનલ શિક્ષણ અને ભારતીય શિક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વૈશ્વીકરણ તેમજ જ્ઞાન આધારિત અર્થતંત્ર અને સમાજને કારણે ડીગ્રીઓનું યોગ્ય નામકરણ જરૂરી બન્યું છે. હાલના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઉચ્ચ શિક્ષણને સુસંગત બનાવવા હાલમાં અપાતી ડીગ્રીઓ વિશેષતાની સમીક્ષા કરાશે અને વિવિધ વિષયોમાં અપાનારી નવી ડીગ્રીઓના નામકરણ અંગે ભલામણ કરાશે.

​​​​​​​આના અનુસંધાને યુ.જી.સી.ના ચેરમેને છ વ્યક્તિઓની કમિટીની રચના કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-કાનપુરના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ-ભોપાલના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રો.વિનોદ કે સિંઘ આ કમિટિના ચેરમેન રહેશે.

અન્ય સમાચારો પણ છે...