નિમણૂક:મહિલા સેલનાં ACP તરીકે રાધિકા ભારાઇની નિમણૂક

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના ગૃહ વિભાગે 17 ડિસેમ્બરે આઈપીએસ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંવર્ગના કુલ 6 અધિકારીની બદલી કરી છે. જેમાં વડોદરા શહેરના મહિલા સેલમાં મદદનીશ પોલીસ કમિશનરની ખાલી જગ્યામાં રાધિકા ભારાઈને મોરબીથી બદલી કરીને મૂકવામાં આવ્યાં છે.

ગુજરાત કેડરમાં ફાળવેલા વર્ષ 2018 અને વર્ષ 2019ની બેચના 6 આઈપીએસ અધિકારીઓની અલગ-અલગ જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે. આ આઈપીએસ અધિકારીઓ આ પહેલાં અલગ-અલગ જિલ્લામાં તાલીમ લઈ રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા આઈપીએસ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંવર્ગના કુલ 6 અધિકારીઓની બદલી કરાઈ છે.

વડોદરા ગ્રામ્યમાં તાલીમ માટે મુકાયેલા આઈપીએસ જગદીશ બાંગરવાને દાહોદ ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત મોરબીમાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા રાધિકા ભારાઈની બદલી કરીને વડોદરા મહિલા સેલના મદદનીશ પોલીસ કમિશનર તરીકે મૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...