તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:MS યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે ડોક્ટર રીના ભાટીયાની નિમણૂક, 60 વર્ષ બાદ મહિલાએ મોરચો સંભાળ્યો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
MS યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
MS યુનિવર્સિટીની ફાઈલ તસવીર
 • 1960માં MS યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ઇન્દિરા ભાનોત નિમાયા હતા

MS યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે ડોક્ટર રીના ભાટીયાની નિમણૂક કરવામાં આવી છે. આજથી 60 વર્ષ પહેલાં એટલે કે 1960માં MS યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ઇન્દિરા ભાનોતને નિમાયા હતા.

યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પ્રકારની સુવિધાઓ કરવામાં આવશે
MS યુનિવર્સિટીમાં અલગ અલગ પોસ્ટ માટે નિમણૂકો કરવામાં આવી છે. જેમકે, મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર સોનલ મિશ્રા, ઓફિસ ઓફ કોર્પોરેટ અફેર્સમાં ડાયરેક્ટર તરીકે પ્રોફેસર નંદિની કન્નન, ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે જીતેન્દ્ર વાધવાની, કો-ઓર્ડિનેટર તરીકે ડોક્ટર નમ્રતા લુહાર અને ડોક્ટર સતીશ બોડલાની નિમણૂક કરવામાં આવેલ છે. બી.બી.એની 26 અને એન.આર.આઈ બેઠકોને જનરલ બેઠકમાં કન્વર્ટ કરવામાં આવેલ છે. તે ઉપરાંત યુનિવર્સિટીમાં કોઈપણ ડિપાર્ટમેન્ટમાં 10% સીટ વધારી શકાય તે માટે સિન્ડિકેટ દ્વારા વાઇસ ચાન્સેલરને ઓથોરાઇઝ કરવામાં આવેલ છે.

બીકોમમાં વડોદરા બહારના વિદ્યાર્થીઓને કટઓફ માટે 50% રાખવામાં આવેલ હતા જે ઘટાડીને 45% કરવામાં આવેલ છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે 25 લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પી.એચ.ડી કરતા 100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા સાયન્સ ફાર્મસી ટેકનોલોજીના વિદ્યાર્થીઓને દર મહિને 10,000 તેમજ સોશિયલ સાયન્સ અને હયુમાનિટીઝના વિદ્યાર્થીઓને 8000 રૂપિયાની સ્કોલરશીપ દર મહિને આપવામાં આવશે. સિલેક્ટ થયેલા 15 રિસર્ચ પ્રોજેક્ટને ફંડિંગ આપવાનું યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો