તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Appointment Of Congress Councilor Ami Rawat As Leader Of Opposition Of Vadodara Municipal Corporation, Selection Of Woman As Leader Of Opposition For The First Time

કોંગ્રેસની જાહેરાત:વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતની નિમણૂંક, પહેલીવાર વિપક્ષી નેતા તરીકે મહિલાની પસંદગી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત વિપક્ષના નેતા અમી રાવત - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત વિપક્ષના નેતા અમી રાવત
  • વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે વિપક્ષના નેતાની નિમણૂંકનો પત્ર અમી રાવતને સુપ્રત કર્યો

વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે વોર્ડ નં-1ના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમી રાવતની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી નેતાની પસંદગી બાબતે અટકળો ચાલતી હતી
વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 76 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જે પૈકી વોર્ડ નં-1માં મહિલા કાઉન્સિલર અમી રાવત પેનલને ચૂંટીને લાવવામાં સફળ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી નેતાની પસંદગી બાબતે અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે શહેર કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે વોર્ડ નં-1ના કાઉન્સિલર અમી રાવતના નામની વિપક્ષી નેતા તરીકે જાહેરાત કરી હતી. અમી રાવતની વિપક્ષી નેતા તરીકે પસંદગી થતાં તેમના સાથી કાઉન્સીલરો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા હતા.

અમી રાવત પાલિકાની સભામાં પ્રજાલક્ષી કામો માટે ધારદાર રજૂઆતો કરે છે
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે પસંદગી પામેલા અમી રાવત કોર્પોરેશનની સભામાં પ્રજાલક્ષી કામો માટે ધારદાર રજૂઆતો કરે છે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં સત્તાધારી પક્ષ દ્વારા જે ખોટા કામો કરવામાં આવ્યા છે. તેને ઉજાગર કરવામાં પણ તેઓ પીછેહઠ કરતા નથી. આજે પણ તેઓએ વિશ્વામિત્રી નદીમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા દબાણો અંગે નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન લેખિત રજૂઆત કરી હતી.

અમી રાવત ટેક્નોક્રેટ કાઉન્સિલર તરીકે ઓળખાય છે
વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે પસંદ કરાયેલી અમી રાવત ટેક્નોક્રેટ કાઉન્સિલર તરીકે ઓળખાય છે. અમી રાવતે સાંજે વડોદરા શહેર કોંગ્રેસની લકડીપુલ સ્થિત ઓફિસની મુલાકાત લીધી હતી. જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે વિપક્ષના નેતાની નિમણૂંકનો પત્ર અમી રાવતને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...