તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:MSUમાં સરકાર નિયુક્ત 4 સિન્ડિકેટ સભ્યોની નિમણૂક

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિમાંશુ પટેલ, ચિરાગ શાહ - Divya Bhaskar
હિમાંશુ પટેલ, ચિરાગ શાહ
  • સંકલન સમિતિના એક પણ નામ પર મહોર ના વાગી
  • VCCIના ઉપપ્રમુખ હિમાંશુ પટેલ, ચિરાગ શાહનો સમાવેશ

એમ.એસ. યુનિમાં ચાર સરકારની નિયુક્ત સિન્ડિકેટ સભ્યોની નિમણૂક કરાઇ છે. વીસીસીઆઇના ઉપપ્રમુખ હિમાંશુ પટેલ, ચિરાગ શાહ, પૂર્વ સિન્ડિકેટ સભ્ય હેમલ મહેતા તથા કમલ શાહની બેક ડોર એન્ટ્રી મળી છે. બે નામ સત્તાધારી જૂથના, એક નામ સંગઠનમાંથી એક નામમાં બંનેની સર્વસંમતિથી નિમણૂક કરાઇ છે. સંકલન સમિતિના પણ એક પણ નામ નો સમાવેશ કરાયો નથી. સત્તાધારી જૂથનો હાથ ઉપર રહ્યો છે. શહેર સંગઠનમાંથી એક નામનો સમાવેશ કરાયો છે. જયારે એક નામ પર બંને જૂથોને રાજી રાખવામાં આવ્યા છે. બીજી તરફ સંકલન સમિતિમાંથી એક પણ નામ મૂકાયું નથી.

હેમલ મહેતા, કમલ શાહ
હેમલ મહેતા, કમલ શાહ

યુનિ.સત્તાધારી જૂથના જીગર ઇનામદાર તથા પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનો હાથ ઉપર રહ્યો છે. હેમલ મહેતા, કમલ શાહની બેક ડોર એન્ટ્રી અપાઈ છે. કમલ શાહ તાજેતરની સિન્ડિકેટની ચૂંટણીમાં તેમની જગ્યાએ સંકલન સમિતિના સભ્યને સ્થાન અપાયું હતું. શહેર ભાજપ સંગઠન ડો.વિજય શાહના એક નામ તરીકે ચિરાગ શાહની નિમણૂક કરાઇ છે. વીસીસીઆઇના હિમાંશુ પટેલના નામ પર યુનિ. સત્તાધારી જૂથ અને શહેર સંગઠન બંને જૂથના કોમન નામ તરીકે પસંદગી પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...