પ્રમોશન:નગર શિક્ષણ સમિતિના 2 સભ્યોની નિમણૂક, સંગઠનનો હાથ ઉપર રહ્યો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ પ્રમુખ નિશીધ દેસાઈ અને મિનેશ પંડ્યાની પસંદગી

પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના15 સભ્યોના સંખ્યાબળ પૈકી ચૂંટણી દ્વારા બાળ12 સદસ્યો અને એક સરકારી સભ્યની નિમણૂક કરવામાં આવી હતી. શુક્રવારે રાજ્યપાલ દ્વારા ભાજપના વોર્ડ પ્રમુખ એવા બે સભ્યોનું બિનસરકારી સદસ્ય તરીકે નિમણૂક કર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યો ના સંખ્યાબળ પૈકી ઓગસ્ટ મહિનામાં 12 સભ્યોના પદ માટે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં ચાર સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે 8 સભ્યોના પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

જેમાં ભાજપનો વિજય થયો હતો. ત્યારબાદ એક સપ્તાહ અગાઉ સરકારી સદસ્ય તરીકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક કેયુર દેવેન્દ્ર ઉપાધ્યાયની વરણી થઈ હતી અને ત્યારબાદ બિન સરકારી સભ્યોની નિમણૂક બાકી હતી. બિનસરકારી સદસ્ય તરીકેની નિમણૂકમાં અલગ-અલગ નામોની ચર્ચા વચ્ચે બિન સરકારી સભ્ય તરીકે શુક્રવારે સંગઠનના બે સભ્યોની નિમણૂક થઈ છે.

જેમાં વોર્ડ નંબર 12 વોર્ડ પ્રમુખ નિશીધ વિનોદ દેસાઈ અને વોર્ડ નંબર 9ના વોર્ડ પ્રમુખ અને મહામંત્રી રહી ચૂકેલા મિનેશ જાગદીશચંદ્ર પંડયાની નિમણૂક કરવામાં આવી છે. સંગઠને વોર્ડ પ્રમુખની જવાબદારી અદા કરનાર બંને સભ્યોને પ્રમોશન આપ્યું છે. હવે ઉત્તરાયણ બાદસભા બોલાવી અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક કરશે.

અન્ય સમાચારો પણ છે...