શનિવારે CM વડોદરામાં:10 હજારથી વધુ આંગણવાડીના કાર્યકર-તેડાગરને નિમણૂક પત્રો એનાયત કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (ફાઇલ તસવીર) - Divya Bhaskar
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (ફાઇલ તસવીર)
  • વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવશે

આગામી 21 મેના રોજ શનિવારના રોજ આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાનના હસ્તે 10 હજારથી વધુ આંગણવાડીના કાર્યકર અને તેડાગરને નિમણૂક પત્ર એનાયત કરવાની સાથે વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત થશે. આ ઉપરાંત અન્ય યોજનાઓના લાભ પણ લાભાર્થીઓને કાર્યક્રમ દરમિયાન મળી રહેશે.

10 હજારથી વધુ કાર્યકર અને તેડાગરને નિમણૂક પત્રો અપાશે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આગામી 21 મેના રોજ શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેર-જિલ્લા સહિત અન્ય આઠ જિલ્લાઓમાં તમામ આંગણવાડીઓની ઓનલાઈન પ્રક્રિયા થકી 10 હજારથી વધુ કાર્યકર અને તેડાગરની ભરતી કરવામાં આવી છે. તેઓને આ કાર્યક્રમ દરમિયાન નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. સાથે અન્ય યોજનાઓના લાભ પણ લાભાર્થીઓને આપવામાં આવશે. તદુપરાંત વડોદરા કોર્પોરેશનના પૂર્ણ કામોનું લોકાર્પણ તથા નવા કામોનું ખાતમુહૂર્ત પણ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...