તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જિ.પંચાયતની પ્રા.શાળાઓનું વિલિનીકરણ રોકવા આવેદન

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1172 પૈકી 250 સ્કૂલોના વિલિનીકરણની સંભાવના
  • પૂર્વ ઉપપ્રમુખ દ્વારા ડીડીઓ-ડીપીઓને રજૂઆત કરાઈ

વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની 1172માંથી 250 જેટલી સ્કુલોનું વિલિનીકરણ રોકવા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ એમ.આઈ.પટેલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.જેમાં સ્કુલોના વિલિનીકરણથી ગરીબ બાળકો અભ્યાસથી વંચીત થઈ જશે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આ પહેલા સાવલીના ધારાસભ્યે સ્કુલોના વિલિનીકરણને રોકવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

એમ.આઈ.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કાર્યરત કુલ 1172 સ્કુલમાં બાળકો અભ્યાસ કરે છે. સરકારના પરીપત્રથી જિલ્લાની કેટલીક સ્કુલોનું વિલિનીકરણની કાર્યવાહી ચાલી રહેલી છે. જેનો જિલ્લાના વાલીઓનો વિરોધ છે. જિલ્લામાં મોટા ગામો જેવા કે, બાજવા, અનગઢ, રણોલી, વલણ, સાંસરોદ, પોર, સોખડા, વડુ, માસર રોડ જેવા ગામોમાં કુમારશાળા તથા કન્યાશાળા દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ચાલતી આવી છે.

વલણ પ્રાથમિક કુમારશાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 615 છે અને ઓરડાની સંખ્યા 24 છે,શિક્ષકોની સંખ્યા 16 છે. ઉપરાંત કન્યાશાળામાં બાળકોની સંખ્યા 560,ઓરડાની સંખ્યા 20 અને શિક્ષકોની સંખ્યા 15 છે. આટલી મોટી સંખ્યા બંને સ્કુલોમાં હોવા છતા બંને સ્કુલોનું વિલીનીકરણ કરવાની કાર્યવાહી હાલ પેપર પર ચાલી રહી છે. ગામ લોકોની લેખીતમાં રજૂઆત હોવા છતા વલણ ગામની સ્કુલોનું વિલિનીકરણ નહિ રોકાય તો આ અંગે હાઈકોર્ટમાં પીટીશન પણ દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...