તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીમાં શ્રીરામ મંદિર નિર્માણ કાર્ય માટે ચાલી રહેલા અભિયાન નિધિ સમર્પણ અભિયાનમાં બજરંગ દળના કાર્યકર રિંકુ શર્માનું વિધર્મીઓએ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે દેશભરમાં રવિવારના બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ્ં હતું. જે અનુસંધાને વડોદરા બજરંગદળના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી.
બજરંગદળ અનુસાર, અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર મંદિર બનાવવા માટે 15 જાન્યુઆરી 2021 થી 27 ફેબ્રુઆરી 2021 સુધી નિધિ સમર્પણ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અંતર્ગત દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રહેતો બજરંગદળનો કાર્યકર રીંકુ શર્મા પણ રોજ ફાળો ઉઘરાવવાનું કામ કરતો હતો. પરંતું તેના વિસ્તારમાં રહેતા કેટલા વિધર્મી યુવકોએ તેને ફાળો ઉઘરાવવાનું કામ ન કરવા માટે ધમકી આપી હતી. દરમિયાન 10 ફેબ્રુઆરી 2021ના રોજ વિધર્મી યુવકોએ રીંકુના ઘરમાં ઘુસી તેના પર ઘાતકી હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર દેશમાં બજરંગદળ દ્વારા વિરોધપ્રદર્શન કરાઇ રહ્યાં છે. બજરંગદળની સરકાર પાસે માંગણી છે કે, રીંકુ શર્માના હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે,આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે,મૃતકના પરિવારજનોને સરકારી નોકરી અને રૂ.1 કરોડની આર્થિક સહાય કરાય વિધર્મીઓના વિસ્તારોમાં રહેતા હિંદુ યુવકોને સ્વયંસુરક્ષા માટે હથિયારનું લાઈસન્સ પણ આપવામાં આવે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.