આયોજન:ધો.11ના વર્ગ કાયમી ધોરણે વધારવા 5 સ્કૂલોની અરજી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર 11 સ્કૂલોએ જ કામચલાઉ વર્ગો માટે રજૂઆત કરી ડિપ્લોમાની યાદી પછી પ્રવેશની બૂમો ઊઠવાની શક્યતા

ધો.11ના કામચલાઉ વર્ગો માટે અત્યાર સુધી માત્ર 11 સ્કૂલોએ જ અરજી કરી છે. 5 સ્કૂલોએ કાયમી ધોરણે વર્ગ વધારો માગ્યો છે. ધો. 11માં પ્રવેશ માટે મુશ્કેલી સર્જાઈ ન હોય તેવું ચિત્ર ઉભું થયું છે. ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરના પગલે ધોરણ 10માં માસ પ્રમોશન અપાયું હતું.

જેથી ધો.11માં પ્રવેશ માટે ગંભીર સમસ્યા ની થાય સ્થિતિ સર્જાઈ હતી. જોકે તેનાથી વિપરીત પરિસ્થિતિ હાલ પૂરતી દેખાઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે શાળાઓને ધોરણ 11 માટે કામચલાઉ વર્ગો જોઇતા હોય તેમને ડીઇઓ કક્ષાએ મંજૂરી લેવાની સૂચના આપી હતી.

જેના પછી શહેરની 11 ગ્રાન્ટેડ શાળાઓએ ધો.11ના કામચલાઉ વર્ગો માટે અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. 5 જેટલી શાળાઓએ તો કાયમી વર્ગ વધારો માગ્યો છે. ધો. 10માં માસ પ્રમોશનના પગલે 40 હજાર કરતા વધારે છાત્રો પાસ થયા છે.

જોકે ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો જણાયો નથી. ધો.11 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ રહ્યા છે. ઘણા બધા છાત્રો ડિપ્લોમામાં પ્રવેશ માટે આશા બાંધીને બેઠા છે. જોકે હજુ સુધી ડિપ્લોમામાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...