કામગીરી:પાવાગઢ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી માટે ખાલી જગ્યાની અરજી મગાવાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટની ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી બાદ પ્રક્રિયા શરૂ

ગોત્રી હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અને જેલવાસ ભોગવી રહેલા રાજુ ભટ્ટની પાવાગઢ મંદિર ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી થઇ છે. હાલ શ્રી કાલીકા માતાજી ટ્રસ્ટ, પાવાગઢમાં 3 ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે. આ જગ્યા ભરવા માટે સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.વડોદરા સંયુક્ત ચેરિટી કમિશનરના અનુસાર, પાવાગઢ શ્રી કાલીકા માતાજી ટ્રસ્ટમાં 6 ટ્રસ્ટીઓની નિમણુંક કરવાપાત્ર થાય છે. જે પૈકી ઓછામાં ઓછા ત્રણ ટ્રસ્ટીઓ મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી હોય તેમની નિમણૂક કરવાની થાય છે.

પંચમહાલ જિલ્લાના 3 ટ્રસ્ટી માટે હાલ જગ્યા ખાલી છે. જેથી કાલીકા માતાજી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રહેવા માંગતા લોકોએ સંયુક્ત ચેરિટી કમિશનરમાં અરજી કરવાની રહેશે. જ્યારે અન્ય 3 ટ્રસ્ટીઓ માટે પંચમહાલ સિવાયના જિલ્લામાંથી અરજી કરી શકશે. જે લોકો ટ્રસ્ટમાં રહેવા માગતા હોય તેમણે પોતાના સંમતિપત્રો, બાયોડેટા સંયુક્ત ચેરિટી કમિશનરમાં મોકલવાના રહેશે. ટ્રસ્ટીનો અભ્યાસ ગ્રેજ્યુએશન, ઉંમર 18 વર્ષ કે તેથી વધુ, પોતાના નામે ઓછામાં ઓછી 15 લાખની અસ્ક્યામત ધરાવતા હોવા જોઈએ. ચેરિટી કમિશનર દ્વારા ઉલ્લેખ કરાયો છે કે, ટ્રસ્ટમાં રહેવા માગતા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવા ન જોઈએ.

અન્ય સમાચારો પણ છે...