અરજી:વડોદરા જિલ્લાના 8 તાલુકાઓના 585 શિક્ષકની બદલી માટે અરજી

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાએ વેરિફિકેશન બાદ બદલી કેમ્પમાં અરજી લવાશે
  • 3 વર્ષ નોકરી કરી હોય તેવા શિક્ષકો જ બદલી માટે યોગ્ય ઠરશે

જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પમાં શિક્ષકોએ ઓનલાઇન અરજી કરી છે. તાલુકાઓમાં 585 જેટલા શિક્ષકોએ બદલી માટે અરજી કરી છે જેનું જિલ્લા કક્ષાએ વેરીફીકેશનની થશે. 3 વર્ષ નોકરી કરી હોય તેવા શિક્ષકો જ બદલી કેમ્પમાં અરજી કરી શકશે.

આંતરિક કેમ્પને લઈને ઉમેદવારોને વિભાગે સૂચનાઓ આપી છે. જેમાં અરજી કરનારા શિક્ષક કપાત પગારે રજાઓ ભોગવેલી હોય તો તે રજાનો સમયગાળો બાદ કર્યા બાદ ચોખ્ખી 3 વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી માંગણીનું ફોર્મ ભરી શકશે.

જિલ્લામાં આંતરિક ઓનલાઈન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઈન ઓર્ડર જનરેટ થયા બાદ ઓર્ડર રદ થઈ શકશે નહીં. વિધવા અથવા વિધુર કેટેગરીમાં પુનઃ લગ્ન કર્યા નથી તે મતબલનું નોટરાઈઝડ સોગંદનામુ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત શિક્ષકોએ અગાઉ કોઈ પણ અગ્રતાનો લાભ લીધો નથી તે મતલબનું સોગંદનામુ પણ રજૂ કરવાનું રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાંથી કુલ 585 જેટલા શિક્ષકોએ આંતરીક બદલી માટે ઓનલાઇન અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તાલુકા કક્ષાના વેરીફીકેશન બાદ જિલ્લા કક્ષાનું વેરીફીકેશન ચાલી રહ્યું છે. ત્યાર બાદ ઓર્ડર થશે. જિલ્લામાં સૌથી વધુ અરજી પાદરા તાલુકામાંથી આવી છે. જેમાં 135 શિક્ષકોએ બદલી માટે ઓનલાઇન અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. સૌથી ઓછી અરજીઓ ડેસર તાલુકામાંથી આવી છે. ડેસરમાંથી 16 અરજીઓ આવેલી છે.

ઓનલાઇન આંતરિક બદલીની અરજીની સંખ્યા

પાદરા .........135

વડોદરા......... 55

સાવલી ........105

કરજણ ........107

વાઘોડિયા .....48

શિનોર .........32

ડેસર ............16

ડભોઇ ..........87

અન્ય સમાચારો પણ છે...