તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દુષ્કર્મ કેસમાં કોન્સ્ટેબલની બિન તહોમત છોડી મૂકવા અરજી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી લીધા વગર જ અરજી કરી હોવાની રજૂઆત

મિત્ર સાથે બેઠેલી યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલ કોન્સ્ટેબલે અદાલતમાં બીનતહોમત છોડી મૂકવાની અરજી કરતાં આ અંગે પોલીસ કમિશનરને અરજી આપી યોગ્ય કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના કર્મચારી સુરજસિંહ ચાૈહાણ સામે માર્ચ 2020માં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના મિત્ર સાથે તે બેઠી હતી ત્યારે સુરજસિંહ અને રસીક નામના શખ્સ આવ્યાં હતા.બન્ને શખ્સે પૈસાની માંગણી કર્યા બાદ યુવતીના મિત્ર સાથે રસીક પૈસા લેવા માટે ગયો હતો અને ત્યાર બાદ પોલીસ જવાને યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પોલીસે દુષ્કર્મ તેમજ એસીબી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન એસબીનો કેસ કોર્ટમાં ચાલવા પર આવતાં પોલીસ જવાને તેને બીન તહોમત છોડી મુકવા માટેની અરજી આપી હતી.

આ બાબત ધ્યાન પર આવતાં પીડીત યુવતીએ પોલીસ કમિશનરને પત્ર લખી પોલીસ જવાને જરૂરી મંજૂરી લીધા વગર જ અરજી કરી હોય કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. અરજીમાં તાજેતરમાં લક્ષ્મીપુરા પોલીસની હદમાં જ બનેલા દુષ્કર્મના એક બનાવમાં પણ પોલીસે તપાસ મોડી કરી હોવાનું જણાવી ખાતાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...