તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:પ્રાથમિક શાળા શરૂ કરવા માટે અરજી મંગાવાઈ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા ૧૬ જાન્યુઆરી સુધી દરખાસ્ત કરી શકાશે. નવી શાળા માટે 25 હજાર અને વર્ગ વધારા માટે ૫૦૦૦ ફી ભરવાની રહેશે. ગત વર્ષે વડોદરા શહેરમાં પાંચ શાળાઓએ અરજી કરી હતી જેમાંથી ત્રણ ને માન્યતા મળી હતી.

જૂન 2021 થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી જે ટ્રસ્ટ સંસ્થા નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એક થી 5 તથા 6 થી 8 ની શાળા શરૂ કરવા માંગતા હોય તેમના માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કાર્યવાહી પ્રારંભ કરાઇ છે. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં ક્રમિક વર્ગ અને વધારાના વર્ગની મંજૂરી મેળવવા માગતા હોય તેના માટે પણ કાર્યવાહી શરૂ કરી શકાશે. વેબસાઇટ પર જઇને આ અંગે અરજી કરવાની રહેશે. ૧૬ જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે ત્યારબાદ જાન્યુઆરી સુધીમાં તે અરજીની પ્રિન્ટ કાઢી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો