ફાઈન આર્ટસનો વિવાદ:વાંધાજનક આર્ટવર્ક બનાવનાર કુંદન અંતે પોલીસ સમક્ષ હાજર

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુંદન મહાતો - Divya Bhaskar
કુંદન મહાતો
  • એક મહિના સુધી પોલીસ આરોપીને પકડી ના શકી
  • ​​​​​​​ધરપકડ બાદ જેલમાં મોકલાયો : ચાર દિવસ બાદ જામીન પર મુક્તિ

મ.સ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવીદેવતાના આકૃતિવાળા ચિત્રોની નીચે અશ્લીલ પેપર કટીંગ બનાવનાર છાત્ર સામે 4 દિવસ બાદ ગુનો સયાજીગંજ પોલીસે દાખલ કર્યો હતો, પણ એક મહિનીની તપાસમાં પણ સયાજીગંજ પોલીસે છાત્રને પકડી ના શકતાં તે 30 દિવસ બાદ હાજર રહ્યો હતો.ચાર દિવસ બાદ તેની જામીન પર મુકિત થઇ હતી.

સયાજીગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આર્ટસ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં જયવીરસિંહ લોકેન્દ્રસિંહ રાઉલજીએ વિવાદીત ચિત્ર બનાવનાર છાત્ર કુંદન મહાતો સામે ફરિયાદ નોંધાવી હતી. આ સંબંધમાં યુનિ.ના વીસી વિજય શ્રીવાસ્તવને ત્રણથી ચાર વાર આવેદન પણ ાપવામાં આવ્યું હતું. સાથે પોલીસને પણ અરજી આપી હતી અને તપાસ માટે રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆત બાદ યુનિ.દ્વારા તપાસ માટે એક કમિટિની રચના કરવામાં આવી હતી. કુંદને અશ્લીલ ચિત્રો બનાવી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું છે એમ ફરિયાદમાં જણાવ્યું છે.

જયવીરસિંહની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે ઇપીકો 295 (ક) એ,298 મુજબ ગુનો દાખલ કરી કુંદન મહાતોની વિવિધ સ્થળે તપાસ હાથ ધરી હતી.દરમિયાન કુંદન મહાતો 4થી જૂને હાજર થતાં તેને જેલ હવાલે કરાયો હતો. ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘તેના આગોતરા 30મી મેના રોજ નામંજૂર થયા હતા પણ તે હાઇકોર્ટમાં જઇ શકે તેવી આર્થિક હાલત ના હોવાથી તે 4થી જૂને પોલીસ સમક્ષ હાજર થયો હતો,ત્યારબાદ તેનો 8મી જૂને જામીન પર છૂટકારો થયો હતો.

પોલીસે આરોપીની ધરપકડની માહિતી છુપાવી
બે બોટલ સાથે આરોપી પકડાય તો પોલીસ તંત્ર આરોપી અને પોલીસ જવાનોનો ફોટો તુરંત મીડીયામાં મોકલી આપે છે પણ કુંદન મહાતો પોલીસ સમક્ષ હાજર થયો તેની કોઈ વિગતો પોલીસે જાહેર કરી ન હતી, તાજેતરમાં ફતેગંજ પોલીસે ઠગાઈના કેસમાં સાગર પુરોહિતને પકડયો હતો ત્યારે પણ પોલીસે તે વાત જાહેર કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...