તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ બચાવો:વડોદરામાં હોલિકા દહનમાં લોકોને વૈદિક લાકડા તથા તેની રાખનો ઓર્ગેનિક ગુલાલ તરીકે ઉપયોગ કરવા અપીલ

વડોદરા2 મહિનો પહેલા
ઇટોલા ખાતે માં નર્મદા ગૌધામ સેવા તીર્થ તરીકે ગૌશાળામાં લાકડા તૈયાર કરવામાં આવ્યાં છે
  • લાકડાની જગ્યાએ વૈદિક લાકડાનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી હોળી સળગાવે તો ઝાડ કપાતાં બચી શકે

વડોદરા શહેરમાં હોળી પર્વ દરમિયાન વૈદિક લાકડા પુરા પાડી પર્યાવરણનું જતન કરનાર સેવાભાવી સંસ્થાના સંચાલક નરેન્દ્ર પ્રસાદ ઠાકર આ વર્ષે પણ હોળી પર્વ દરમિયાન નગરજનોને વૈદિક લાકડા ફાળવવાની સાથે તેની રાખનો ઓર્ગેનિક ગુલાલ તરીકે ઉપયોગ કરવા અપીલ કરી છે.શહેરીજનો સોસાયટીઓ અને પોળના નાકે 28મી માર્ચના રોજ હોલિકા દહન યોજાશે.

પ્રદૂષણ રોકવા અને વૃક્ષો બચાવવા પ્રયોગ
પૌરાણિક કથા પ્રમાણે જેમ ભગવાને હોલિકાથી પ્રહલાદને બચાવ્યો હતો. તેમ જ પોતાના જીવન અને વિચારોમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા લોકો પ્રભુને પ્રાર્થના કરશે. હોલિકા દહનમાં પારંપરિક રીતે લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેના કારણે પ્રદૂષણ પણ ફેલાય છે. પ્રદૂષણ રોકવા તેમજ ઝાડને કપાતાં રોકવા માટે પર્યાવરણ પ્રેમી નરેન્દ્રપ્રસાદ ઠકારે વૈદિક લાકડાનું ઉત્પાદન કરી નગરજનોને વૈદિક હોળી પ્રગટાવવા તરફ મહત્વનો ભાગ ભજવ્યો છે. ​​​​​

ગૌશાળામાં જ વૈદિક લાકડાં તૈયાર કર્યા
ગૌશાળામાં જ વૈદિક લાકડાં તૈયાર કર્યા

ગૌશાળામાં વૈદિક લાકડાનું ઉત્પાદન
વડોદરા શહેર નજીક ઇટોલા ખાતે માં નર્મદા ગૌધામ સેવા તીર્થ તરીકે ગૌશાળા આવેલી છે. જ્યાં તેઓ વૈદીક લાકડાનું ઉત્પાદન કરે છે. જો શહેરમાં દરેક નાગરિક લાકડાંની જગ્યાએ વૈદિક લાકડાનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી હોળી સળગાવે તો ઝાડ કપાતાં બચી શકે છે. હોળીનો તહેવાર શિયાળા અને ઉનાળાની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન વાઇરસની સંખ્યા પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે બીમારીનું પ્રમાણ પણ વધે છે.

વાતાવરણમાં વાયરસને નિયંત્રિત કરી શકાય
વૈદિક હોળીમાં ગાયનું છાણ, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી તેમજ નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાયરસને નિયંત્રિત કરી શકાય છે. વૈદિક હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે અને ભરપૂર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ચાલુ વર્ષે નગરજનોને પૂરતા પ્રમાણમાં હોલિકા દહન વખતે વૈદિક લાકડા મળી રહે તે માટે 35 હજાર જેટલા વૈદિક લાકડા તૈયાર કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો