પાદરા ભાજપનો ઉપપ્રમુખ અને વિધાનસભાનો દાવેદાર હોવાની શેખી મારતા અપૂર્વ પટેલ અને પત્નિ ભૈરવી પટેલે અલગ અલગ સ્કિમો દ્વારા 150 લોકોને મકાન નહી આપી કરોડોની છેતરપીંડી કરી હોવાની ફરિયાદી સીઆઈડી ક્રાઈમમાં નોંધાયેલી છે.જોકે પોલીસે અઠવાડિયા સુધી કોઈ ઠોસ તપાસ ન કરતા અપૂર્વ પટેલે મળતીયાઓ મારફતે અગત્યની ફાઈલો વગે કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
બીજી તરફ પાલિકાના શાસક પક્ષના દંડક ચિરાગ બારોટે વહીવટી વોર્ડ નંબર 11માં સનફાર્મા રોડ પર મેપલ લીફ,મેપલ મેડોઝ અને મેપલ વીસ્ટાના બિલ્ડર દ્વારા મંજુરી વિરૂધ્ધ તેમજ રેવન્યુમાં પણ ગેરરીતી આચરીને પ્રજાની સાથે થયેલી છેતરપીંડી મામલે વિસ્તારના નાગરીકોને ન્યાય મળે અને પોતાની માલીકીનું નિયમ મુજબ મકાન વપરાશ મળે તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને કોઈ પણ અધિકારીઓએ આ કેસમાં ગેરરીતી કરી હોય તો તેની સામે તપાસની કાર્યવાહી કરી દાખલો બેસાડતા શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત કરી હતી.
આ ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતી બંધ થાય અને બિલ્ડર પર કાયદેસરની કાર્યવાહી કરી પાલિકા કડક પગલા ભરવા પણ રજુઆત કરી હતી. અપૂર્વની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ માંજલપુર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરતાં પોલીસ એક્શનમાં આવી છે.
અપૂર્વ પટેલે સુભાનપુરાની મહિલા પાસેથી ધંધા માટે લીધેલાં નાણાં પણ ચાઉં કર્યાં
અપૂર્વ પટેલ દ્વારા સુભાનપુરામાં રહેતા મહિલા સાથે પણ છેતરપીંડી કરી હતી.જેમાં મહિલાના પતિ અને અપૂર્વ પટેલ વચ્ચે કૌટુંબીક સંબંધો હતો. જેથી ઓક્ટોબર 2016માં અપૂર્વને ધંધા માટે રૂપીયાની જરૂર ઉભા થતા મહિલા પાસેથી રૂા.25 લાખ 6 મહિના માટે ઉછીના લીધા હતાં. જેમાંથી મહિલાને રૂા.3.50 લાખની રકમ અપૂર્વ પટેલે ચુકવી ન હતી. જેની ફરિયાદ પણ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.