પ્રથમ પ્રોજેક્ટ:વડોદરામાં સૌ પ્રથમ 22 માળનું એપાર્ટમેન્ટ બનીને તૈયાર, હાઈરાઈઝ એપાર્ટમેન્ટને ગ્રીન બિલ્ડીંગનું બિરૂદ મળ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • 2019માં છાણી ખાતે શરૂ થયેલો પ્રોજેક્ટ બનીને તૈયાર થયો

એક સમયે ટેનામેન્ટ અને બંગલાનું વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ચલણ હતું. ત્યાર પછી પાંચ માળના ફ્લેટ અને એપાર્ટમેન્ટે બજારમાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. પરંતુ હવે લો રાઈઝ સ્કાય લાઈન પછી અનેક સવલતો અને સુવિધા યુક્ત હાઈ રાઇઝનો જમાનો શરૂ થઈ રહ્યો છે. તેની શરૂઆત છાણી ખાતે થઈ છે. અહિં 22 માળની બિલ્ડીંગનો આ પ્રથમ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. જે ગ્રીન બિલ્ડીંગનું બિરૂદ પણ ધરાવે છે.

સૌથી ઊંચુ બિલ્ડીંગ
આ અંગેની માહિતી આપતા ઉદીત અમીને જણાવ્યું હતું કે, વડોદરાના ઇતિહાસમાં પ્રથમ હાઈ રાઈઝ્ એપાર્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત થયું છે. 2019માં લોન્ચ થયેલા વેદા-2 બાદ ગત જુલાઇ 2021માં કિયારા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.જે પણ હાઈ રાઈઝ પ્રોજેક્ટ છે.વેદા-2નું 22માં માળનો સ્લેબ ભરાતાંની સાથે આ બિલ્ડિંગ વડોદરાનું પ્રથમ અને સૌથી ઊંચું બિલ્ડિંગનું બિરૂદ મેળવવામાં સફળ રહ્યું છે. જોકે એલેમ્બિક વેદા-2 માત્ર 22 માળનું બિલ્ડિંગ જ નથી., પરંતુ તે ગ્રીન બિલ્ડિંગ નું બિરૂદ પણ ધરાવે છે, જે પર્યાવરણને લાભદાયક છે.

સોલાર પાવરથી સ્ટ્રીટ લાઈટ
આ ઉપરાંત સમગ્ર પ્રોજેક્ટમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની આખી સિસ્ટમ બેસાડવામાં આવી છે. જેથી જમીનમાં પાણીનું સ્તર જળવાઈ રહે. તો આ એપાર્ટમેન્ટના પ્રાંગણમાં સ્ટ્રીટ લાઇટ સોલાર પાવર થકી પ્રકાશ રેલાવશે. આ ઉપરાંત આ એપાર્ટમેન્ટના ચણતર માં ફ્લાય એશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. વેદા-2 માં અત્યંત આધુનિક ફાયર સિસ્ટમ બેસાડવામાં આવી છે. જે પાર્કિંગ, ફોયર, લિફ્ટથી માંડી દરેક એપાર્ટમેન્ટમાં આકસ્મિક આગ સામે પૂરી સુરક્ષા પૂરી પાડવા માટે સમર્થ છે.. આ સીસ્ટમને ફાયર હાય દ્રન્ટ સીસ્ટમ કહેવામાં આવે છે. જેમાં હાયદ્રન્ટ રાઈઝર, લેન્ડિંગ વાલવ હોર્સ રિલ, ટાવરના દરેક ફ્લોર પર બેસાડવામાં આવી છે. આ ઉપરાંત દરેક ફ્લેટ અને પાર્કિંગમાં સ્પ્રિંકલર સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. જ્યારે વીજળી માટે ડીજી બેકઅપની સુવિધા છે.