તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મગજના સવાલોના જવાબ ન મળે ત્યારે ચિંતા ડિપ્રેશનમાં પરિણમે છે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વુમન મેન્ટલ હેલ્થ પર વેબિનારનું આયોજન

આજના સમયમાં ફિઝિકલ ફિટનેસનું જેટલું ધ્યાન રાખવામાં આવે છે તેટલું જ ધ્યાન મેન્ટલ હેલ્થ ફિટનેસનું પણ રાખવું જોઈએ. જ્યારે કોઈ વ્યકિત રિલેશનમાં હોય અને રિલેશન બ્રેક થાય ત્યારે એ ડિપ્રેશન અથવા લો ફીલ કરવા માંડે છે. લો ફિલની લાગણીમાંથી એ ઝડપથી બહાર નીકળી શકે છે. લો ફિલીંગ એ ડિપ્રેશન નથી. એમાંથી સરળતાથી બહાર નીકળી શકાય છે. એન્ઝાઈટી આપણી મિરર ઇમેજ છે. મહિલાઓમાં મોટા પ્રમાણમાં એન્ઝાઈટી જોવા મળે છે. મહિલાઓના મનમાં અનેક સવાલો થતા હોય છે. જેના એમને જવાબો મળતા નથી. જ્યારે દિમાગમાં ચાલતા સવાલોના જવાબો ન મળે ત્યારે એન્ઝાઈટી ડિપ્રેશન જેવી સાઈક્રિયાટીક બિમારીમાં પરિણમે છે. ડિપ્રેશન દુર કરવા માટે તમે જે કામ કરો છો તેના પર અને પોતાના પર વિશ્વાસ કરો અને બીજાની લાઈફ સાથે સરખામણી ન કરો. તેમજ મેડિટેશન પણ કરવું જોઈએ એ‌વું જરૂરી નથી કે તે સવારે જ કરી શકાય. દિવસના કોઈ પણ સમયે મેડિટેશન કરી શકાય છે. દરેક મહિલાની ઉંમર પ્રમાણે ડિપ્રેશન અલગ હોય છે. મહિલાઓમાં ડિપ્રેશનની શરૂઆત મેન્સ્ટ્રલ ટાઈમ શરૂ થાય ત્યારથી જ શરૂ થઈ જતી હોય છે. પણ આપણને ખબર નથી હોતી કે આને ડિપ્રેશન કહેવાય છે. તમે જે વ્યકિત સાથે તમારા પર્સનલ ઈશ્યુ શેર કરી શકો તેની સાથે તમને શા કારણે લો ફીલ થાય તે પણ શેર કરો. એજ્યુકેશન, ફ્રેન્ડની પસંદગી, અને સોશિયલ મીડિયા યુથનો સૌથી મોટો દુશ્મન છે. જો તમને તમારા ફ્રેન્ડથી ઈર્ષ્યા થતી હોય કે ઘરમાં સરખામણી થતી હોય તો તેવા મિત્રોથી બ્રેક લેવો જોઈએ. નહીં તો તમે લો ફીલ કરશો. પોસ્ટ લોકડાઉન એન્ઝાઈટી, ડિપ્રેશન મેનેજમેન્ટ ફોર વર્કિંગ વુમન પર વેબિનારનું યોજાયો હતો. જેમાં આ વાત સાઈકોથેરાપિસ્ટ મંથન મદ્વાસીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...