હુકમ:સગીરા પર દુષ્કર્મ કરનારા અનવરને 3 દિવસના રિમાન્ડ, 16 વર્ષની સગીરાને બેહોશ કરી દુષ્કર્મ કર્યું હતું

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • NDPSના ગુનામાં પેરોલ જંપ કરી ભાગ્યો હતો

શહેરમાં 2018માં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી તથા ડ્રગ કેસમાં 20 વર્ષની સજા પામનાર રીઢો આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધો હતો. આ આરોપીને પાણીગેટ પોલીસે કબજો મેળવી અદાલતમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરુ કરી હતી.

2004ના વર્ષમાં મહિસાગરના બાલાસિનોરમાં 40 કિલો ચરસ સાથે એનસીબીના હાથે પકડાયેલા અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉર્ફે રાજુ શેખ (રહે, પટવા શેરી, પથ્થર કુવા, ત્રણ દરવાજા, અમદવાદ)ને મૃત્યુ દંડની સજા થઇ હતી, જે સજા પાછળથી 20 વર્ષની સજામાં તબદીલ થઇ હતી. ત્યારબાદ 2018માં આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદર પેરોલ પર છુટેલો હતો ત્યારે શહેરના પાણીગેટ વિસ્તારમાં 16 વર્ષની છોકરીને બેહોશ કરી તેની પર દુષ્કર્મ કર્યું હતું અને પેરોલ જમ્પ કરી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...