તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:જૈન સાધુનાં અકસ્માતમાં મોતમાં અનુપ મંડળનો હાથ : દીપક શાહ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન ધર્મ વિરુદ્ધ મંડળ દ્વારા ભ્રામક પ્રચાર કરાતો હોવાના આક્ષેપ
  • અનુપ મંડળ વિરુદ્ધ જૈન અગ્રણીઓનું ડીજીપીને આવેદનપત્ર

ભારતભરમાં અનુપ મંડળ દ્વારા જૈન સમાજ અને જૈન સાધુઓ માટે બેફામ ભ્રામક પ્રચાર કરાઈ રહ્યો છે, જે અંગે સોમવારે વડોદરા જૈન સમાજના પરેશ પરીખ, પ્રકાશ શેઠ, પવન બોકડિયા, દિપક શાહ અને રૂષભ પનપરિયાએ ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાને અનુપ મંડળ વિરુદ્ધ આવેદન આપ્યું હતું.

આ અંગે દિપક શાહે જણાવ્યું હતું કે, સમગ્ર જૈન સમાજ, જૈન સાધુ અને સાધ્વી ભગવંતોનું વિરુદ્ધ રાજસ્થાનના અનુપ મંડળ દ્વારા વર્ષોથી ભ્રામક પ્રચાર કરવામાં આવે છે અને સનાતન અનાદિકાળથી ચાલતા જૈન ધર્મ વિરુદ્ધ નિવેદન કરાય છે. જૈન સાધુ-સાધ્વી ભગવંતો ક્યારે પણ વાહનોનો ઉપયોગ કરતા નથી અને એક ગામથી બીજા ગામ ચાલતા વિહાર કરે છે ત્યારે છેલ્લાં 10 વર્ષમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં રાજ્યમાં 500થી વધુ સાધુ-સાધ્વીનાં માર્ગ અકસ્માતમાં મોત થયાં છે અને જાણી જોઈને મૃત્યુ નિપજાવવાના પણ દાખલા છે.

તેમણે દાવો કરતાં જણાવ્યું હતું કે, જૈન સમાજ આ દુર્ઘટનામાં અનુપ મંડળનો જ હાથ છે તેવું માને છે. અનુપ મંડળ દ્વારા એવો પણ ભ્રામક પ્રચાર ફેલાવાઈ રહ્યો છે કે, ધરતીકંપ, દુકાળ, કોરોના જેવી આપત્તી જૈન સાધુના લીધે આવે છે અને સાધુ ભગવંતો વરસાદ રોકી રાખે છે.

અન્ય સમાચારો પણ છે...