વિવાદ:લક્ષદ્વીપમાં દારૂબંધી ઉઠાવી લીધી, ગુજરાતમાં કેમ નહિ?, દારૂબંધીના વિરોધી ખુમાનસિંહને પ્રોહિબિશન ફ્રી ગુજરાત ગ્રૂપ મળ્યું

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ મંત્રી સાથે પ્રોહિબિશન ફ્રી ગુજરાતના સભ્યોએ મુલાકાત કરી હતી. - Divya Bhaskar
પૂર્વ મંત્રી સાથે પ્રોહિબિશન ફ્રી ગુજરાતના સભ્યોએ મુલાકાત કરી હતી.
  • દારૂબંધી હટે તો ભાજપ 182 બેઠકો જીતે કહેતાં વિવાદ થયો હતો

રાજ્યમાંથી દારૂબંધી દૂર થાય તો આગામી વિધાનસભામાં ભાજપ આસાનીથી 182 બેઠકો જીતી શકે એવા નિવેદનથી ચર્ચામાં આવેલા અને હાલમાં જ ભાજપમાં આવેલા રાજ્યના પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાને આજે પ્રોહિબિશન ફ્રી ગુજરાત ગ્રૂપના અગ્રણી સભ્યોએ વડોદરા સર્કિટ હાઉસ ખાતે મળી મહત્વની ચર્ચા કરી હતી. દારૂબંધી દૂર કરવા લડત ચલાવતા 50 હજાર ઉપરાંત સભ્યો ધરાવતા પોહિબિશન ફ્રી ગુજરાત ગ્રૂપના રાજીવ પટેલ, રૂપાલી અમીન, અમિત પરમાર, બ્રિજેશ પટેલ, જીગ્નેશ પરીખ, હર્ષિત જોશી સહિતનાએ સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રીની મુલાકાત લીધી હતી.

ગ્રૂપના સભ્યોએ રાજ્યમાંથી દારૂ બંધી હટાવવાના ખુમાનસિંહના નિવેદનને ટેકો આપી માત્ર દારૂબંધીને કારણે જ રાજ્ય સરકારને થતા અબજોના નુકસાન અંગે માહિતી આપી માત્ર ગુજરાતમાં જન્મ લીધો હોવાથી થતા અન્યાય અને હક્કોના હનનથી વાકેફ કરી ભ્રષ્ટાચારને દુર કરવા ગ્રૂપે 2 હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા હોવાનું જણાવ્યું હતું.

રાજીવ પટેલે જણાવ્યું હતું કે, ટુરીઝમ વિકસાવવા માટે લક્ષદ્વિપમાં 96 ટકા મુસ્લિમ વસ્તી હોવા છતાં ત્યાં એક વર્ષ પહેલાં દારૂબંધી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. 1600 કિમી લાંબો દરિયાઈ કાંઠો ધરાવતા રાજ્યમાં દારૂબંધી દૂર કરાય તો વિશ્વભરના પ્રવાસીઓ ગોવાને બદલે ગુજરાત આવતા થાય એમ છે.

ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ થાય, રોજગારીની અનેક તકો ઊભી થાય, આબકારી જકાતની અબજો રૂપિયાની આવક થાય. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની આવક પર સરકાર નભે છે એ દૂર કરી પ્રદૂષણ મુક્ત રાજ્ય બનાવી શકાય એમ હોવાનું ઉમેર્યું હતું. ગ્રૂપ હાઈકોર્ટમાં પણ લડત ચલાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...