ક્રાઈમ:નાગદાન-વિજુ સિંધીના નાણાકીય વ્યવહાર અંગે આંગડિયા સંચાલકોના જવાબ લેવાયા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂના નેટવર્કનાં નાણાં એક વર્ષથી આંગડિયાથી આવતાં હોવાનું ખૂલ્યું હતું
  • બંને પેઢીના નાણાકીય વ્યવહારોના ચોપડા સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કર્યા

ગુજરાતમાં સૌથી મોટા વિદેશી દારૂના નેટવર્કનાં નાણાં એક વર્ષથી આંગડિયા મારફતે આવતાં હતાં. બંને આંગડિયાના સંચાલકોના મોનિટરિંગ સેલે જવાબો લીધા હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલનાં સૂત્રોએ જણાવ્યું છે. જેમાં વડોદરાની 2 આંગડિયા પેઢીના સંચાલકોનો જવાબ પણ લેવાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુલતાનપુરાની આંગડીયા પેઢી પૈકી પી.વિજય મારફત નાગદાન ગઢવી, જ્યારે પટેલ કનુ કાંતિલાલની કું.આંગડિયા પેઢી દ્વારા વિજુ સિંધી નાણાં મોકલાવતો હોવાનું સપાટી પર આવતાં બંને પેઢીના નાણાકીય વ્યવહારોના ચોપડા સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કરી નિરીક્ષણ શરૂ કર્યું છે. બંને બૂટલેગરો દ્વારા રાજસ્થાન-હરિયાણાથી દારૂ ખરીદ્યા બાદ ઠેકા સંચાલકોને આંગડિયાથી મોકલેલા 44 કરોડનો હિસાબ શોધી કાઢ્યો છે, જ્યારે બૂટલેગરના ફોનમાંથી 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મી સાથેની વાતચીત અને આર્થિક વ્યવહાર મળ્યા છે.

અજાણ્યા માણસો પૈસા લેવા આવતા હતા
નાગદાન ગઢવીની ધરપકડ બાદ કડક પૂછપરછ કરાતાં બંને આંગડિયા પેઢીનાં નામો સપાટી પર આવ્યાં હતાં. પી.વિજયના સંચાલકે જણાવ્યું કે, પૈસા લેવા આવનારને ઓળખતા નથી. કનુ કાંતિલાલ પેઢીના સંચાલકે જણાવ્યું કે, આ બાબતે અમદાવાદ ઓફિસ બધું હેન્ડલ કરે છે.

નાગદાન મહિને 6 વાર પૈસા મોકલતો
​​​​​​​પી.વિજય આંગડિયા પેઢીના સંચાલકોએ જણાવ્યું હતું કે, નાગદાન ગઢવી મહિનામાં 6 વાર પૈસા મોકલતો હતો. આ સિલસિલો એક વર્ષથી ચાલુ હતો. જ્યારે કે.કાંતિલાલ પેઢીના સંચાલકોએ જણાવ્યું કે, વિજુ સીંધી 1 વર્ષથી મહિને 4 વાર પૈસા મોકલતો. સંચાલકોના કહેવા મુજબ સયોગ્ય પુરાવા રજૂ કરનાર સાથે જ અમે નાણાંકીય વ્યવહાર કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...