દુઃખદ:જેસલમેર પાસેના અકસ્માતમાં ઘાયલ વધુ એક યુવકનું મોત, 3 મૃતકોની અંતિમવિધિ જેસલમેરમાં જ કરાઈ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છાણીના પરિવારને થયેલા અકસ્માતનો મૃત્યુઆંક 4

વડોદરાથી ગુરુવારે સવારે જેસલમેર ફરવા નીકળેલા છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા આહિરવાલ પરિવારને જેસલમેરના ફતેહગઢ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સભ્યો મોતને ભેટ્યાં હતાં. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મોટા પુત્રનું પણ શુક્રવારે મોડી રાતે મોત થતાં મૃત્યુઆંક 4 થયો હતો.છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી મેઘધનુષ સોસાયટીમાં રહેતો આહિરવાલ પરિવાર ગુરુવારે જેસલમેર જવા નીકળ્યો હતો. જ્યાં ગુરુવારે રાતે જેસલમેરના ફતેહગઢ નજીક ટ્રક સાથે પાછળ તેઓની કાર ધડાકાભેર ભટકાતાં 55 વર્ષના જયદ્રથભાઈ આહિરવાલ, 52 વર્ષનાં પત્ની જામીત્રી દેવી અને 30 વર્ષના નાના પુત્ર નીતિનનું મોત નીપજ્યું હતું.

જ્યારે 35 વર્ષના મોટા પુત્ર સત્યેન્દ્ર, તેમની 29 વર્ષની પત્ની શિવમ કુમારી અને 6 વર્ષના પુત્ર વિવાનને ઇજા પહોંચતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સત્યેન્દ્ર અને શિવમ કુમારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત સત્યેન્દ્રને સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ તેમની પત્ની શિવમ કુમારી સારવાર હેઠળ છે.શુક્રવારે સાંજે જેસલમેર પહોંચેલા પરિવારજનોએ મૃતદેહોનો જેસલમેર ખાતે જ અગ્નિસંસ્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...