તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોરમાઇકોસિસનો વોર્ડ હાઉસફુલ:વડોદરાની સયાજી હોસ્પિ.માં દર્દીઓ વધતા બીજો વોર્ડ શરૂ કરવો પડ્યો, શહેરમાં 166 દર્દી સારવાર હેઠળ, સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના મહામારીની સાથે સાથે વડોદરા શહેરમાં મ્યુકોરમાઇકોસિસના  દર્દીઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે - Divya Bhaskar
કોરોના મહામારીની સાથે સાથે વડોદરા શહેરમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે
  • કોરોના મહામારીની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ મ્યુકોરમાઇકોસિસના 91 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં એક વોર્ડ હાઉસફુલ થઇ જતાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વડોદરા જિલ્લાના તો ઠીક હવે છે કે, સૌરાષ્ટ્ર-ભાવનગર, બોટાદના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યા હોવાથી સયાજી હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.

મ્યુકોરમાઇકોસિસની સારવારનો ખર્ચ 20 લાખ રૂપિયા થાય છે
વડોદરામાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં 160 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોના મહામારીની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, ત્યારે તેમાં ઉપયોગી ઇન્જેક્શનોની પણ અછત શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં આ રોગની સારવાર કોરોના કરતાં પણ વધુ મોંઘી છે અને તેનો ખર્ચ અંદાજે 20 લાખ રૂપિયાનો થાય છે.

કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ રોગના લક્ષણો જણાઇ આવે છે
કોરોનાની સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી રજા મળી હોય અને ઘરે પરત ફર્યા હોય તેવા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ રોગના લક્ષણો જણાઇ આવે છે, જ્યારે કોરોના નહોતો ત્યારે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં આ રોગ જોવા મળતો હતો, પરંતુ, હાલમાં કોરોના દર્દીઓને જે દવા તેમજ ઇન્જેક્શન આપવામાં આવે છે. તેમાં દર્દીની ઇમ્યુનિટી જળવાઈ રહે અને કોરોનાની સારવારમાં ફાયદો થાય તે પ્રમાણેની સારવાર કરવામાં આવી રહી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ મ્યુકોરમાઇકોસિસના 91 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ મ્યુકોરમાઇકોસિસના 91 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

વડોદરા શહેરમાં 166 દર્દી સારવાર હેઠળ છે
કોરોનાના દર્દીઓને ખાસ કરીને સ્ટીરોઇડ તથા ટોસિમોઝુમેન ઇન્જેક્શન આપવામાં આવે છે. જે કોરોનાના દર્દીઓને ફાયદારૂપ છે, પરંતુ, કેટલીકવાર દર્દીઓ માટે આડઅસર થાય છે, જેને કારણે તેઓમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા હોય છે. શરૂઆતમાં સયાજી હોસ્પિટલમાં 29 દર્દી સારવાર લઈ રહ્યા હતા, પરંતુ, આજે વધીને 91 દર્દીઓ પર આંકડો પહોંચ્યો છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં 25 દર્દી અને ખાનગી હોસ્પિટલમાં 50 દર્દી મળી કુલ 166 દર્દી સારવાર સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. અલગ-અલગ વિભાગના ડોક્ટરોની ટીમ આ દર્દીઓને સારવાર આપી રહી છે.

દર્દીના વજન પ્રમાણે ઇન્જેક્શનની માત્રા નક્કી કરવામાં આવે છે
કોરોના મહામારી કરતાં પણ મ્યુકોરમાયકોસિસની સારવાર વધુ મોંઘી છે. દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય તો દર્દીના વજન પ્રમાણે ઇન્જેક્શનની માત્રા નક્કી કરવામાં આવે છે. રોજના ઓછામાં ઓછા પાંચ ઇન્જેક્શન દર્દીને મૂકવા પડે છે. દર્દીને પાંચ મિલિગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે વ્યક્તિના વજનને ધ્યાનમાં રાખી ઇન્જેક્શનની માત્રા નક્કી કરવામાં આવે છે. હાલમાં બજારમાં જે ઇન્જેક્શન મળે છે, તે 50 મિલિગ્રામની માત્ર વાળું હોય છે.

મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં એક વોર્ડ હાઉસફુલ થઇ જતાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે
મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં એક વોર્ડ હાઉસફુલ થઇ જતાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે

ઇન્જેક્શનની કિંમત 2700થી લઇ રૂપિયા 7000 સુધીની છે
મ્યુકોરમાયકોસિસના દર્દીને હાલમાં લાયપોઝોમલ એમફોટેરીસીન નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે. હાલમાં જે કંપનીઓ આ ઇંજેક્શન બનાવે છે. તેની કિંમત રૂપિયા 2700થી લઇ રૂપિયા 7000 સુધીનો ભાવ છે. એક દર્દીને રોજના પાંચથી છ ઇન્જેક્શન આપવા પડે છે, જેથી આ સારવાર પાછળ ઇન્જેકશનનો જ ખર્ચો વધુ થાય છે. ત્યાર બાદ દવાખાનામાં દાખલ થયા હોય તેનો ખર્ચ અને જરૂર પડે સર્જરી કરવી પડે જેથી સમગ્ર ખર્ચ ગણવામાં આવે તો અંદાજે રૂપિયા 20 લાખનો ખર્ચ થઈ શકે છે.

ઇન્જેક્શનની પણ હવે અછત સર્જાવાની શરૂઆત થઈ ગઈ
મ્યુકોરમાયકોસિસ રોગના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, ત્યારે આ રોગની સારવારમાં ઉપયોગી આ ઇન્જેક્શનની પણ હવે અછત સર્જાવાની શરૂઆત થઈ ગ