તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ગોત્રી હોસ્પિટલમાં વધુ એક પોઝિટિવ મહિલાની પ્રસૂતિ, 3.38 કિલો વજનના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાયલી કેનાલ રોડની સગર્ભા કોરોનાગ્રસ્ત થઈ હતી

ગોત્રી હોસ્પિટલ ખાતે  કોરોના પોઝિટિવ મહિલા દ્વારા સિઝેરિયન ઓપરેશન સાથે એક બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. ભાયલી કેનાલ રોડ પર રહેતી 29 વર્ષિય સંગીતાબેન શેઠ નામની સગર્ભા મહિલાને કોરોનાનાં લક્ષણો હોવાથી દાખલ કરવામાં આવી હતી. 13મીએ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને વિશેષ કોરોના વોર્ડના લેબર રૂમમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ગુરુવારે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકનું વજન 3.38 કિલોગ્રામ છે. ગોત્રી કોવિડ હોસ્પિટલના લેબર વિભાગના ગાઇનેકોલોજિસ્ટ ડો. નિધિ પંચોલી અને ડો. અનેરી પરીખે સ્પાઇનલ એનેસ્થેસિયા આપીને આ પ્રસૂતિ કરાવી હતી. ગોત્રી કોરોના હોસ્પિટલના લેબર રૂમ ખાતે એક જ અઠવાડિયામાં આ બીજી સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના અગાઉ આ હોસ્પિટલમાં ગોરવાની એક કોરોના સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો