શહેરના કચરો એકત્ર કરતા ડોર ટુ ડોર ની એજન્સીને વધુ એક નોટિસ ફટકારાઇ છે. એડિશનલ સીટી એન્જિનિયર ગેસ દ્વારા પૂર્વ ઝોનના ઇજારદારને અપાયેલી નોટિસમાં જણાવ્યું છે કે, આપના તથા એ.એન.એસ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં મ્યુનિસિપલ કાઉન્સિલરની રજૂઆત મુજબ ફેબ્રુઆરીમાં 5779, માર્ચમાં 96,730, એપ્રિલમાં 5566 પોઇન્ટ મિસ હોવાનું અને જૂના ડેટા ગુમ થવા બાબતે 7 દિવસમાં ખુલાસો કરવામાં આવે. નહિતર પેનલ્ટીની કપાત તથા અન્ય શિક્ષાત્મક કાર્યવાહી થશે. અગાઉ સીડીસીને મેં મહિનાના મિસ પોઇન્ટ અંગે નોટિસ આપવામાં આવી હતી.
ડોર ટુ ડોરના 10 વર્ષના ડેટાની વિજિલન્સ તપાસ કરો : વિપક્ષ
તાજેતરમાં જ સત્તા પક્ષના જ કાઉન્સિલરે ડોર ટુ ડોરનો કચરો એકત્ર કરતા વાહનોમાં થતી ગેરરીતી ઝડપી પાડી છે. જે સંદર્ભે નોટિસ આપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ છેલ્લા 10 વર્ષથી આપેલા ઇજારાની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. ગુજરાત રાજ્યના સ્ટેટ વિજિલન્સ ઓફિસરને પત્ર લખી પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વાહનો લોકોના ઘરે નહીં પહોંચતા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.