તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાચબાઓના મોત:વડોદરાના સુરસાગર તળાવમાંથી વધુ એક મૃત કાચબો મળ્યો, બે મહિનામાં 5થી 6 કાચબાના મોત, તળાવની સફાઇ કરી જળચર જીવોને બચાવવાની માગ ઉઠી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરસાગર તળાવમાંથી વધુ એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો - Divya Bhaskar
સુરસાગર તળાવમાંથી વધુ એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો
  • જીવદયા પ્રેમી કહે છે કે, પાલિકાની બેદરકારીના કારણે શિવજીની પ્રતિમા સામે ખૂબ જ દયનીય રીતે કાચબાના મૃત્યુ થઈ રહ્યા છે

વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને પ્રદૂષિત થઇ ગયેલા સુરસાગર તળાવમાંથી વધુ એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાણી ક્રુર નિવારણ સંસ્થા દ્વારા સુરસાગરની સાફસફાઈ કરાવીને જળચર જીવોને બચાવવા માગણી કરી છે.

સુરસાગર તળાવમાંથી મૃત હાલતમાં કાચબો મળ્યો
આજે સવારે ગુજરાત એસ.પી.સી.એ.ના રાજ ભાવસારને સુરસાગરના સિક્યુરિટી ગાર્ડનો કોલ આવ્યો હતો કે, પાણીમાં એક કાચબો મૃત અવસ્થામાં તણાઈને ગેટ નંબર એક પાસે કિનારા પર આવી ગયેલો છે. તેઓએ તુરંત જ સ્વયંસેવક રિનવ કદમ શિવસાગર તળાવ પહોંચી ગયા હતા અને તપાસ કરતા એક પાણીનો કાચબો ખૂબ જ ખરાબ હાલતમાં મૃત જોવામાં આવ્યો હતો. કાર્યકરોએ તુરંત જ સાવચેતીપૂર્વક કાચબાને પાણીની બહાર કાઢીને વડોદરા વનવિભાગને સોંપ્યો હતો.

કોઇ અધિકારી તપાસ કરવા માટે આવતા નથી
રાજ ભાવસારે જણાવ્યું હતુ કે, છેલ્લા બે મહિનામાં સુરસાગર તળાવમાંથી પાંચથી છ કાચબા મૃત અવસ્થામાં મળી આવ્યા છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે શિવજીની પ્રતિમા સામે ખૂબ જ દયનીય રીતે કાચબાના મૃત્યુ થઈ રહ્યા છે. વારંવાર તંત્રને જાણ કરવા છતાં તંત્રના કોઇપણ અધિકારી જવાબદારી લેવા માટે કે, તકેદારીના પગલા લેવા માટે તપાસ કરવા આવ્યા નથી.

પ્રાણી ક્રુર નિવારણ સંસ્થા દ્વારા સુરસાગરની સાફસફાઈ કરાવીને જળચર જીવોને બચાવવા માગણી કરી
પ્રાણી ક્રુર નિવારણ સંસ્થા દ્વારા સુરસાગરની સાફસફાઈ કરાવીને જળચર જીવોને બચાવવા માગણી કરી

તંત્ર યોગ્ય તપાસ કરીને પગલા ભરે તેવી માગ ઉઠી
વધુમાં જણાવ્યું કે, જો તંત્ર દ્વારા વડોદરા શહેરના સુરસાગર તળાવમાં હજી પણ ધ્યાન નહીં આપે તો આવા કાચબા હજી મૃત અવસ્થામાં મળી આવશે. અમારી તંત્રને વિનંતી છે આમાં યોગ્ય તપાસ કરીને પગલા લે કાચબા મારવાનું કારણ તપાસે અને સુરસાગરમાં અતિશય ગંદકી છે તે સાફ કરાવે.

અન્ય સમાચારો પણ છે...