તપાસ:બિલ્ડર દર્પણ શાહ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, તબીબ સાથે હોસ્પિટલ શરૂ કર્યા બાદ ઠગાઈ કરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બિલ્ડર દર્પણ શાહ અને હરેશ શાહ વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બાપોદમાં રહેતા ડો.અનિકેત પટેલ 2020માં બિલ્ડર દર્પણ શાહના સંપર્કમાં આવ્યા હતા. ડો.અનિકેત અને તેના મિત્ર ડો. અનિલને તે સમયે દવાખાનું ખોલવું હતું, જેથી તે દર્પણ શાહને મળ્યા હતા. દર્પણના પિતા હરેશ શાહ 50 ટકાના ભાગીદારી સાથે ડો.અનિકેત અને ડો. અનિલ સાથે નારાયણ વિદ્યાલય રોડ પર આશીર્વાદ હોસ્પિટલ શરૂ કરી હતી. જેમાં ઓક્ટોબર-2020થી મે-2021 સુધીની આવકમાંથી ડો.અનિકેતને ભાગીદારી પેટે 13 લાખ મળ્યા હતા.

હોસ્પિટલમાં ઓગસ્ટ-2021 સુધી 3.89 કરોડ આવક થઈ હતી, તેનો અને ફાર્મસીના કમિશનનો હિસાબ દર્પણ શાહે આપ્યો નહતો. ડો.અનિલ અને ડો. અનિકેત હિસાબ માગતા હોવા છતાં દર્પણ આપતો નહોતો, જે અંગે કોર્ટમાં કેસ પણ ચાલે છે. સપ્ટેમ્બર-2021માં દર્પણે બંનેને ભાગીદારીમાંથી બેદખલ કરી દીધા હતા. તે બાદ દર્પણ ભાગીદારીના બેંક એકાઉન્ટમાંથી તબીબોની ખોટી સહી કરી પૈસાની લેવડ-દેવડ કરતો હતો અને પોતાના એકાઉન્ટમાં 5.70 લાખ જમા કરાવી દીધા હતા અને હોસ્પિટલનો સામાન પણ વેચી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...