મહા ઠગ દર્પણ શાહ સામે 12 લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. 2016 પહેલાં વૃદ્ધનો દીકરો વડોદરા નોકરી કરતો હોવાને કારણે તેઓને વડોદરા મકાન લેવાનું હતું. જેથી તેઓ દર્પણ શાહની સાઈટમાં મકાન જોવા ગયા બાદ મકાન બુક કરાવ્યું હતું અને બાનાપેટે 12 લાખ આપ્યા હતા.
જોકે નિયત સમયે મકાન ન મળતાં વૃદ્ધે દર્પણ શાહ વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નરેશ નટવરલાલ ઓઝાના પિતાએ વાઘોડિયા રિંગ રોડ ખાતેની દર્પણ શાહની ભાગીદારીવાળી સુખધામ સિગ્નેચર સાઈટમાં 30 લાખનો ફ્લેટ દર્પણ શાહે 1 વર્ષમાં આપવાનું કહેતાં 51 હજાર રૂપિયામાં બુક કર્યો હતો. ત્યારબાદ નરેશભાઈએ તબક્કાવાર 12 લાખ આપી 2016 બાદ તેઓ અમેરિકા ગયા હતા. નટવરભાઈએ વારંવાર સાઈટની મુલાકાત લીધી હતી, પણ મકાનનું બાંધકામ થતું ન હોવાથી દર્પણને પૂછતાં જવાબ આપતો નહોતો. જે બાદ નટવર પ્રજાપતિએ દર્પણ શાહ વિરુદ્ધ 12 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
દર્પણ શાહ વિરુદ્ધ ગાંધીનગર સુધી ફરિયાદ
2021માં નટવર પ્રજાપતિએ દર્પણ શાહ, હરીશ શાહ અને હિરેન બક્ષી વિરુદ્ધ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગર ખાતે ફરિયાદ કરી હતી. જે હેઠળ ઓથોરિટીએ દર્પણ શાહ અને તેના ભાગીદારોને 27 જૂન,2016થી 12 લાખ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.