તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:BCAની ઓફિસના 9 કર્મચારી સહિત વધુ 395 પોઝિટિવ, વધુ 1 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 257, કુલ કેસઃ31,106 થયા

વડોદરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
સયાજી હોસ્પિટલના બી-2 વોર્ડમાં ઓક્સિજન સાથે 50 બેડ આજથી શરૂ કરવામા આવશે - Divya Bhaskar
સયાજી હોસ્પિટલના બી-2 વોર્ડમાં ઓક્સિજન સાથે 50 બેડ આજથી શરૂ કરવામા આવશે
 • મહાનગરપાલિકાની કચેરી સ્થિત પાણી પુરવઠાની ઓફિસમાં બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના વધુ 395 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 31,106 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ એક દર્દીના મૃત્યુ સાથે સત્તાવાર મૃત્યુઆંક 257 પર પહોંચ્યો છે. આજે વધુ 218 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 27,821 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3028 એક્ટિવ કેસ પૈકી 177 દર્દી ઓક્સિજન ઉપર અને 111 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2740 દર્દીની હાલત સ્થિર છે..

બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસમાં 9 કર્મચારી સંક્રમિત
ઓલ્ડ પાદરા રોડ પર આવેલી બરોડા ક્રિકેટ એસોસિએશનની કચેરીમાં 9 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં ભયનો માહોલ ફેલાયો છે. કચેરીમાં ફરજ બજાવતા 30 કર્મચારીઓ પૈકી 23 કર્મચારીઓના કોરોના કેસ કરવામાં આવ્યા હતા. જેમાં 9 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કચેરીને સેનિટાઇઝ કરી ચાલુ કરી દેવામાં આવી છે.

પાણી પુરવઠાની કચેરીમાં બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
વડોદરા ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી મહાનગરપાલિકાની કચેરી સ્થિત પાણી પુરવઠાની કચેરીમાં બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં ઓફિસ બંધ કરી દેવામાં આવી છે અને ઓફિસને સેનિટાઇઝ કર્યાં બાદ ઓફિસ શરૂ કરવામાં આવશે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8635 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 31,106 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4818, પશ્ચિમ ઝોનમાં 5498, ઉત્તર ઝોનમાં 6242, દક્ષિણ ઝોનમાં 5877, વડોદરા ગ્રામ્યમાં 8635 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, કિશનવાડી, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, સમા, શિયાબાગ, છાણી, ગાજરવાડી, આજવા રોડ, માંજલપુર, મકરપુરા, યમુનામિલ માણેજા, તાંદલજા, અટલાદરા, અકોટા, ગોત્રી, સુભાનપુરા, જેતલપુર
ગ્રામ્ય:પાદરા, સાવલી, ડભોઇ, કરજણ, ભાદરવા, ખાનપુર, કોયલી, વેમાલી, વાઘોડિયા, સાંગાડોલ, ખેડાકરમસીયા, કણજટ, કરખડી, સાંકરદા, નંદેસરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો