શહેરમાં આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલે છે. અંદાજે 33 ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર આ કામગીરી કરે છે ત્યારે રોજના અસંખ્ય લોકોએ મામલતદાર કચેરીની કામગીરીની ખામીને પગલે હેરાન થવું પડી રહ્યું છે.
આયુષ્માન કાર્ડ કઢાવવા જરૂરી દસ્તાવેજોમાં બારકોડ, રેશન કાર્ડ જરૂરી હોય છે. રેશનકાર્ડમાં રેશનકાર્ડ ધારક અને પરિવારના નામ ગુજરાતીમાં હોય છે પરંતુ મામલતદાર કચેરીએ આ નામો અંગ્રેજીમાં ચઢાવવાના હોય છે. આ જે ચઢ્યા છે કે નહીં તે આયુષ્માન કાર્ડ કઢાવવા જઈએ ત્યારે જ ખબર પડે છે.
જે લોકોના નામ ઇંગ્લિશમાં ચડાવ્યા ના હોય તેમનું આયુષ્માન કાર્ડ નીકળતું નથી. જેને પગલે લોકોને મામલતદાર કચેરીનો ધક્કો ખાવો પડે છે. કલાકો સુધી આયુષ્માન કાર્ડની લાઈનમાં બેઠા પછી જ્યારે કર્મચારી જણાવે કે તમારા નામ અંગ્રેજીમાં નથી ચડ્યા, ત્યારે લોકો હેરાન થાય છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની અંગ્રેજીમાં નામ ઓનલાઇન ચઢાવવાની પ્રથા હોવાનું અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી અને તબીબે જણાવ્યું હતું.
10 હજાર લાભાર્થીને મોદીની સભામાં લઈ જશે
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અર્બન હેલ્થ સેન્ટર છેલ્લા પંદર દિવસથી આયુષ્માન કાર્ડ કઢાવનારાઓની સંખ્યા હજારોમાં થઇ હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં આ લાભાર્થીઓને લઈ જવાની જવાબદારી આરોગ્ય વિભાગને સોંપવામાં આવી છે. હજારો લાભાર્થીઓ પૈકી આરોગ્ય વિભાગ માત્ર દસ હજાર જેટલા દર્દીઓને સભામાં લઈ જશે તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.