પૂર્વ મિત્રની યુવતીને હેરાનગતિ:વડોદરામાં આર્ટીસ્ટ યુવતીનો પછી કરીને ચારિત્ર્ય અંગેના બિભત્સ મેસેજ મિત્ર વર્તુળમાં ફેલાવી બદનામ કરતા યુવક સામે ફરિયાદ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવક સાથે 2015માં પરિચય બાદ યુવતીએ સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું

વડોદરા શહેરમાં આર્ટીસ્ટ યુવતીનો પીછો કરીને હેરાનગતી કરતા અને શારીરિક સંબધો અંગેના બિભત્સ મેસેજો કરી મિત્ર વર્તુળમાં બદનામ કરી દેવાની ધમકી આપતા યુવાન સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આર્ટીસ્ટ યુવતીની ફરિયાદના આધારે હેરાન કરતા યુવાન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીને યુવક સાથે 2015માં પરિચય થયો હતો
મૂળ સુરતની રહેવાસી ખુશાલી (નામ બદલ્યું છે) છેલ્લા બે માસથી વડોદરા શહેરના સમા વિસ્તારમાં મિત્ર અજીત (નામ બદલ્યુ છે) સાથે રહે છે. ફાઇન આર્ટ્સની ડિગ્રી મેળવનાર 29 વર્ષિય ખુશાલી આર્ટિસ્ટ છે અને પેઇન્ટિંગ બનાવે છે. વર્ષ-2015 દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીમાં ખૂશાલીને અભ્યાસ દરયાન વિદ્યાર્થી યોગેશ કામ્બલે (રહે. ચાણક્યપુરી સર્કલ, વડોદરા) સાથે પરિચય થયો હતો. છેલ્લા દોઢ વર્ષથી ખુશાલીએ યોગેશ સાથેના સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો
દરમિયાન યોગેશે ખુશાલીને અન્ય અજીત સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ ધમકી આપી હતી અને યુવતીનો પીછો કરતો હતો. ખુશાલી તેના મિત્રના ટુ વ્હીલર વાહનનો ઉપયોગ કરતી હોવાથી તેના સાઇલેન્સર ઉપર એમ સીલ લગાવી હાનિ પહોંચાડવાનું કૃત્ય પણ કર્યું હતું. તેમજ મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કરી પરેશાન કરતો હતો. તદુપરાંત ખુશાલીના મિત્રને યુવતીના શારીરિક સંબંધો અંગે બિભત્સ વાતો કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીના ચારિત્ર્ય અંગે ખોટી વાતો ફેલાવી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ખુશાલીએ યોગેશ સાથે સંબધો કાપી નાખ્યા બાદ યોગેશે ખુશાલીને હેરાનગતી કરવાની હદ વટાવી દીધી હતી. ખુશાલીએ યોગેશને અનેક વખત સમજાવ્યો હોવા છતાં, તે ખુશાલીને બદનામ કરવાની હરકતો ચાલુ રાખી હતી. ખુશાલીના મિત્રોને યોગેશ ખુશાલીના ચારિત્ર્ય અંગે વાતો કરી બદનામ કરતો.

ત્રાસ સહન ન થતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી
ખુશાલીથી યોગેશ દ્વારા આપવામાં આવી રહેલો ત્રાસ સહન ન થતાં આખરે તેને ફતેગંજ પોલીસ મથકમાં યોગેશ કામ્બલે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...