તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

T-20ની પ્રથમ મેચ પૂર્વે તાયફો:કૃણાલ પંડ્યાએ શાબ્દિક પ્રહાર કરી ટીમમાંથી કાઢી મૂકતાં નારાજ દિપક હુડા પ્રેક્ટિસ છોડી ઘેર જતો રહ્યો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેચ પ્રેક્ટિસ પહેલાં કરવી કે બેટિંગ પ્રેક્ટિસ.. તે મુદ્દે વિવાદ થયો
  • સુકાની કૃણાલે ગાળાગાળી કરી હોવાનો આરોપ મૂકી ઉપસુકાની હુડાએ BCAને ઇ-મેલ કર્યો

મુશ્તાક અલી ટ્રોફીની ટી-20 સ્પર્ધાની એલીટ સી ગ્રૂપની 3 મેચ રવિવારે વડોદરામાં રમાશે ત્યારે ઉત્તરાખંડ સામેની મેચ પૂર્વે રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ માટે ગયેલી વડોદરા ટીમના સુકાની કૃણાલ પંડ્યા અને ઉપસુકાની દિપક હુડા પ્રેક્ટિસ મુદ્દે બાખડ્યા હતા. શાબ્દિક ટપાટપી બાદ હુડા હોટલ છોડી જતો રહ્યો હતો, તેણે બીસીએને મેલ કરી આખી ઘટના વર્ણવી છે.

સૂત્રો મુજબ ‘ઉત્તરાખંડ સામેની પહેલી મેચ પૂર્વે નેટ પ્રેક્ટિસ માટે વડોદરાની ટીમ રિલાયન્સ મેદાન ખાતે ગઈ હતી. જ્યાં પહેલાં કેચ પ્રેક્ટિસ કરવી કે બેટિંગ પ્રેક્ટિસ કરવી તે મુદ્દે કૃણાલ પંડ્યા અને દીપક હુડા વચ્ચે મતભેદ સર્જાયા હતા, જેના પગલે શાબ્દિક ટપાટપી થઈ હતી. હુડાના આરોપ મુજબ આ ટપાટપી દરમિયાન અભદ્ર શબ્દોનો પણ પ્રયોગ થયો હતો.તું વડોદરા વતી કેવી રીતે રમે હું જોવું છું એમ કહ્યું હતું.

આ વિવાદ બાદ હુડા પ્રેક્ટિસ છોડી જતો રહ્યો હતો. હોટલે જઇ ટીમનું લિસ્ટ જોતાં તેમાં તેનું નામ ન હતું. જેથી તે હોટલ છોડી ઘેર જતો રહ્યો હતો. કૃણાલ પંડયાનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પણ ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતો. એક માત્ર બીસીએના જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું કે, હુડા હોટલ છોડી જતો રહ્યો હતો. બંને વચ્ચે સમાધાન કરી ટીમની એકતાને મજબૂત બનાવવી જોઈએ. બીસીએ યોગ્ય કાર્યવાહી કરશે. બીસીએ દ્વારા ટી-20 સ્પર્ધા માટે 22 ખેલાડીની પસંદગી કરી તેમને 2 જાન્યુઆરીથી હોટલમાં બાયો સિક્યોર બબલમાં રાખ્યા હતા. હુડા ઘેર જતો રહેતાં તેના સ્થાને કોઈને પણ પસંદ કરી શકાય તેમ નથી.

હોટલ ગયો ત્યારે ટીમમાં મારું નામ નહોતું : હુડા
દીપક હુડાએ કહ્યું હતું કે હું નેટ પછી બેટિંગ પ્રેકટીસ કરવા ગયો ત્યારે કૃણાલે મને કેચની પ્રેકટીસ માટે કહ્યું હતું તો મેં કહ્યું મુખ્ય કોચની મંજૂરી લીધી છે ત્યારે તેણે કહ્યું કે હું કહું તે જ થશે તું કેવી રીતે રમે છે ટીમમાં જોવું છું,હું હોટલ ગયો ત્યારે ટીમમાં મારું ના નહોતું તેથી હું ઘેર જતો રહ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser